T20 World Cup 2021: લૂધીયાણામાં જન્મેલા મૂળ ભારતીય બોલર ન્યુઝીલેન્ડ વતી રમી ટીમ ઇન્ડિયા માટે આફત બન્યો, ભારત માટે સેમી ફાઇનલમાં પહોંચવુ કપરું બનાવી દીધુ

મૂળ ભારતીય ઈશ સોઢી (Ish Sodhi) એ ઝીલેન્ડ સામે શાનદાર બોલિંગ કરી તેણે રોહિત-વિરાટ પેવેલિયન પરત મોકલ્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) ના આઉટ થતા જ સોઢીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

T20 World Cup 2021: લૂધીયાણામાં જન્મેલા મૂળ ભારતીય બોલર ન્યુઝીલેન્ડ વતી રમી ટીમ ઇન્ડિયા માટે આફત બન્યો, ભારત માટે સેમી ફાઇનલમાં પહોંચવુ કપરું બનાવી દીધુ
Ish Shodhi
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:00 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતીય બેટિંગ લાઇન પણ ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે પણ ફ્લોપ સાબિત થઈ હતી. જેને લઇ પરાજય સહન કરવો પડ્યો હતો. ભારતે 20 ઓવરમાં માત્ર 110 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત જેવા તોફાની બેટ્સમેનથી સજ્જ ટીમ ઈન્ડિયા (Team India) એ કિવી બોલરોએ મુક્તપણે રમવા ન દીધા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મિલ-ટીમ સાઉથીને પણ 1-1 વિકેટ મળી હતી પરંતુ લેગ સ્પિનર ​​ઈશ સોઢી (Ish Sodhi) એ ટીમ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું.

ઈશ સોઢીએ ભારત સામે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ માત્ર 4.20 હતો. મેચમાં ઈશ સોઢીએ જે વિકેટ લીધી તે વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ની હતી. ઇશ સોઢીએ તેની સ્પિનની જાળમાં કેચ કરીને પહેલા રોહિત શર્માને આઉટ કર્યો અને ત્યાર બાદ વિરાટ કોહલી પણ લોંગ ઓન બાઉન્ડ્રી પર સિક્સર મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો.

 

ઈશ સોઢીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઈશ સોઢીએ ભારત સામે શાનદાર બોલિંગ કરીને કેટલીક સિદ્ધિઓ પોતાના નામે કરી હતી. વિરાટ કોહલીના આઉટ થતા જ ઈશ સોઢીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વિશ્વનો એકમાત્ર એવો બોલર છે, જેણે T20માં 3 વખત વિરાટ કોહલીને આઉટ કર્યો છે. વિરાટ કોહલીએ આ બોલર સામે 7 ઇનિંગ્સમાં માત્ર 42 રન જ બનાવ્યા છે. સોઢી સામે તેની એવરેજ માત્ર 14 ની છે.

 

ઈશ સોઢીનું મોટુ પરાક્રમ

એટલું જ નહીં, ઈશ સોઢી વિશ્વનો એકમાત્ર એવો સ્પિનર ​​છે, જેણે એક જ T20 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યો છે. તેની પહેલા ત્રણ ફાસ્ટ બોલર આ કારનામું કરી ચુક્યા છે. જેસન બેહરેનડોર્ફ, જુનિયર ડાલા, ટિમ સાઉથીએ એક જ T20 મેચમાં રોહિત-વિરાટને આઉટ કર્યા છે. દુબઈમાં ઈશ સોઢીએ જે પ્રકારની બોલિંગ કરી તેણે ખરેખર ભારતીય ચાહકોને રડાવી દીધી.

વિરાટ કોહલી અને રોહિત શર્મા જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે ઘણા ચાહકો ભાવુક દેખાતા હતા. આજે સોઢી માટે રવિવાર ખૂબ જ ખાસ છે. ઈશ સોઢીએ પોતાના જન્મદિવસ પર શાનદાર બોલિંગ કરી છે. ઈશ સોઢી ભારતીય મૂળનો ખેલાડી છે જેનો જન્મ 31 ઓક્ટોબરે લુધિયાણામાં થયો હતો. તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યાર બાદ તે કિવી ટીમનો હિસ્સો બન્યો હતો.

આ પણ વાંચોઃ India vs New Zealand: ન્યુઝીલેન્ડનો ભારત સામે આસાન વિજય, ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રોહિત શર્માને આઉટ થતો જોઇને જ પત્નિ રિતીકાના જાણે શ્વાસ થંભી ગયા! સદનસિબે તે વખતે રોહિત ભાગ્યશાળી રહ્યો હતો, જુઓ

Published On - 10:57 pm, Sun, 31 October 21