Lucknow Super Giants Squad & Schedule: કેએલ રાહુલની આગેવાનીમાં લખનૌ સુપરજાયન્ટસ દેખાડશે દમ, આવુ છે LSG નુ શેડ્યૂલ

|

Mar 25, 2022 | 10:04 AM

લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ની ટીમ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે અને તેનું અભિયાન અન્ય નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે શરૂ થશે.

Lucknow Super Giants Squad & Schedule: કેએલ રાહુલની આગેવાનીમાં લખનૌ સુપરજાયન્ટસ દેખાડશે દમ, આવુ છે LSG નુ શેડ્યૂલ
Lucknow Super Giants ની આ આગેવાની કેએલ રાહુલ સંભાળી રહ્યો છે

Follow us on

28 માર્ચે IPL 2022 માં બે નવી ટીમો એકસાથે ડેબ્યૂ કરશે. IPL માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પ્રથમ વખત પોતાનો દમ દર્શાવવા આવશે. બંને ટીમો પર તમામની નજર રહેશે. હાલ તો ફક્ત લખનૌ સુપર જાયન્ટ્સ વિશે વાત કરીએ. પ્રથમ વખત ઉત્તર પ્રદેશની ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં પ્રવેશી રહી છે અને આવી સ્થિતિમાં યુપીના લાખો ક્રિકેટ ચાહકો તેમની રાજ્યની ટીમને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કેએલ રાહુલની કપ્તાની હેઠળની આ નવી ટીમે ઘણા શાનદાર ખેલાડીઓને પણ ખરીદ્યા છે અને તેના કારણે તેની પાસેથી મજબૂત પ્રદર્શનની પણ અપેક્ષા છે. પ્રથમ સિઝનમાં લખનૌના ખેલાડીઓ કોણ છે અને ક્યારે, કોની સામે ટીમ તેમની મેચ રમશે, તમને લખનૌના શેડ્યૂલ (LSG Full IPL 2022 Schedule) વિશે સંપૂર્ણ માહિતી અહીં મળશે.

લખનૌ અને ગુજરાતના ઉમેરાવા સાથે, આઈપીએલમાં ટીમોની સંખ્યા પણ 8 થી વધીને 10 થઈ ગઈ છે અને તેના કારણે, બીસીસીઆઈએ નવી સિઝનથી તેના ફોર્મેટમાં પણ ફેરફાર કર્યો છે. લખનૌને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સાથે ગ્રુપ 1માં રાખવામાં આવ્યું છે. નિયમો અનુસાર લખનૌની ટીમ આ ગ્રુપની અન્ય તમામ ટીમો સાથે 2-2 મેચ રમશે, જ્યારે ગ્રુપ 2 ની માત્ર નવી ટીમ પણ ગુજરાત ટાઇટન્સ સામે બે મેચ રમશે.

લખનૌ સુપર જાયન્ટ્સ ફુલ શેડ્યૂલ

તારીખ સમય વિરુદ્ધ સ્ટેડિયમ સ્થળ
28 માર્ચ 7.30 pm ગુજરાત ટાઇટન્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
31 માર્ચ 7.30 pm ચેન્નાઇ સુપર કિંગ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
4 એપ્રિલ 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
7 એપ્રિલ 7.30 pm દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
10 એપ્રિલ 7.30 pm રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
16 એપ્રિલ 3.30 pm મુંબઇ ઇન્ડિયન્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
19 એપ્રિલ 7.30 pm રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
24 એપ્રિલ 7.30 pm મુંબઇ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
29 એપ્રિલ 7.30 pm પંજાબ કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે
1 મે 3.30 pm દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
7 મે 7.30 pm કોલકાતા નાઇટ રાઇડર્સ એમસીએ સ્ટેડિયમ પુણે
10 મે 7.30 pm ગુજરાત ટાઇટન્સ એમસીએ સ્ટેડિયમ પુણે
15 મે 7.30 pm રાજસ્થાન રોયલ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
18 મે 7.30 pm કોલકાતા નાઇટ રાઇડર્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, જેસન હોલ્ડર, દીપક હુડા, કૃણાલ પંડ્યા, અવેશ ખાન, અંકિત રાજપૂત, કૃષ્ણપ્પા ગૌતમ, દુષ્મંતા ચમીરા, શાહબાઝ નદીમ, મનન વોહરા, મોહસીન ખાન, આયુષ બઢોની, કાયલ માયર્સ, કર્ણ શર્મા, એવિન લુઈસ, મયંક યાદવ અને બી સાઈ સુદર્શન.

 

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!

આ પણ વાંચો: MS Dhoni Quits CSK Captaincy: રવિન્દ્ર જાડેજાને આ દિગ્ગજ ખેલાડીનુ બહાર થવુ ફળી ગયુ, આ રીતે કેપ્ટનશીપનો તાજ મળ્યો

 

Published On - 10:00 am, Fri, 25 March 22

Next Article