બુમરાહ ટોપ-10 ની લિસ્ટમાંથી બહાર ! સ્ટાર્કને પછાડીને ઝિમ્બાબ્વેના બોલરે બાજી મારી, જુઓ ‘ટોપ વિકેટ ટેકર’ની લિસ્ટ

વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ફક્ત બે જ ભારતીય બોલર છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જસપ્રીત બુમરાહ ટોપ-10ની આ લિસ્ટમાં છે જ નહી.

બુમરાહ ટોપ-10 ની લિસ્ટમાંથી બહાર ! સ્ટાર્કને પછાડીને ઝિમ્બાબ્વેના બોલરે બાજી મારી, જુઓ ટોપ વિકેટ ટેકરની લિસ્ટ
| Updated on: Aug 11, 2025 | 1:38 PM

વર્ષ 2025નું અડધું વર્ષ વીતી ગયું તેમ છતાંય કોઈ બોલર ટેસ્ટમાં 40 વિકેટ લઈ શક્યો નથી. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં જસપ્રીત બુમરાહે ટેસ્ટ મેચોમાં 71 વિકેટ લીધી હતી. હવે વર્ષ 2025ની વાત કરીએ તો, સૌથી વધુ વિકેટ લેનાર બોલર ના તો ઓસ્ટ્રેલિયાનો છે, ના તો ભારતનો છે અને ના તો ન્યુઝીલેન્ડનો છે.

કોણ છે ‘ટોપ વિકેટ ટેકર’?

નોંધનીય છે કે, હાલમાં એટલે કે વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝિમ્બાબ્વે ટીમનો છે. આ વર્ષે સૌથી વધુ વિકેટ લેવાના મામલે જસપ્રીત બુમરાહ ટોપ-10માં પણ નથી. વર્ષ 2025માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર ઝિમ્બાબ્વેનો બ્લેસિંગ મુઝરબાની છે, જેણે અત્યાર સુધીમાં 9 મેચમાં 36 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક બીજા સ્થાને છે, જેના નામે વર્ષ 2025માં હાલ પૂરતી 29 વિકેટ છે. આ સિવાય ભારતનો મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 6 મેચમાં 27 વિકેટ લીધી છે. જણાવી દઈએ કે, સિરાજે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 23 વિકેટ લીધી હતી.

સ્પિન ડિપાર્ટમેન્ટમાં વર્ષ 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ઓસ્ટ્રેલિયાનો નાથન લિયોન છે, જેણે 6 મેચમાં 24 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝનો ઘાતક ફાસ્ટ બોલર શમર જોસેફ 22 વિકેટ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.

ટોપ 10 માં કયા કયા બોલર છે?

ટોપ 10 બોલર્સની વાત કરીએ તો બ્લેસિંગ મુઝરબાની 36 વિકેટ સાથે સૌથી આગળ છે. તેના પછી મિશેલ સ્ટાર્કે 29 વિકેટ, મોહમ્મદ સિરાજે 27 વિકેટ અને નાથન લિયોને 24 વિકેટ લીધી છે. શમર જોસેફે 22 વિકેટ લીધી છે, જ્યારે જોશ ટંગે 21 વિકેટ ખેરવી છે. પેટ કમિન્સ, બેન સ્ટોક્સ, તૈજુલ ઇસ્લામ અને પ્રસિધ્ધ કૃષ્ણા દરેકના નામે 20 વિકેટ છે.

જસપ્રીત બુમરાહ ટોપ-5માં નથી

વિશ્વનો નંબર-1 ટેસ્ટ ક્રિકેટ બોલર જસપ્રીત બુમરાહ સૌથી વધુ વિકેટ લેવાની લિસ્ટમાં ટોપ-5માં પણ નથી. બુમરાહ આ વર્ષે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ મેચમાં 16 વિકેટ લઈ ચૂક્યો છે. વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં તે 13માં ક્રમે છે. મોહમ્મદ સિરાજ સિવાય ફક્ત પ્રસિધ્ધ કૃષ્ણા ટોપ-10માં છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:03 pm, Sun, 10 August 25