Teachers Day 2022: ગુરુ ગૈરીથી લઈ શાસ્ત્રી અને દ્વવિડ સુધી, જાણો ભારતના 5 સૌથી સફળ કોચ વિશે

|

Sep 05, 2022 | 4:05 PM

ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી 3 વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે અને 2007માં ટી20 વર્લ્ડકપ પણ પોતાને નામ કર્યો હતો. ભારત માટે 2007 થી 2013નો સમય ખુબ સારો માનવામાં આવે છે. આ દરમિયાન ભારતે 7 વર્ષની અંદર આઈસીસીની ત્રણ મોટી ટ્રોફી પોતાને નામ કરી હતી.

Teachers Day 2022: ગુરુ ગૈરીથી લઈ શાસ્ત્રી અને દ્વવિડ સુધી, જાણો ભારતના 5 સૌથી સફળ કોચ વિશે
Ravi Shastri (File Photo)

Follow us on

Teachers Day 2022: ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ 2007માં T20 વર્લ્ડકપ જીત્યો ત્યારબાદ 2011માં વનડે વર્લ્ડકપ અને 2013માં આઈસીસી ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાને નામ કરી હતી. ભારતના આ પ્રદર્શનમાં કોચ ગૈરી કર્સ્ટનનું મહત્વનું યોગદાન હતુ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ પણ ભારતને ઓસ્ટ્રેલિયમાં ટેસ્ટ સિરીઝ જીતાડી હતી. અમે શિક્ષક દિવસ પર દેશના સૌથી મહાન કોચ વિશે જણાવીશું.

1. Gaira Kirsten

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

દક્ષિણ આફ્રિકાના બેટસ્મેન કર્સ્ટન ભારતના સૌથી સફળ કોચ હતા. ટીમ ઈન્ડિયાને 2007 વર્લ્ડકપમાં અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કર્સ્ટન પદ સંભાળતા પહેલા ગ્રેગ ચૈપલને કોચના રુપમાં ખુબ મુશ્કિલ થઈ હતી. જ્યારે કર્સ્ટન ભારતના કોચ બન્યા તો ભારતીય ટીમની કિસ્મત બદલી ગઈ છે. તેમણે ધોનીની સાથે મળી શાનદાર પ્રદર્શન કર્યું હતુ, સચિન તેડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણની મદદથી ધોનીએ સપ્ટેમ્બર 2009માં ભારતને ટેસ્ટ રેન્કિંગમાં ટોર્ચ પર પહોંચાડી હતી. 2011માં ટીમ ICC ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી.

2. રવિ શાસ્ત્રી

 

 

રવિ શાસ્ત્રીએ ઓલરાઉન્ડર તરીકે ભારત માટે કમાલનું કામ કર્યા બાદ કોમેન્ટ્રીમાં પોતાનો જલવો દેખાડ્યો હતો. ત્યારબાદ તે ભારતીય ટીમના ડાયરેક્ટર બન્યા બાદ મુખ્યકોચ પણ બન્યા છે. તેમણે વિરાટ કોહલી સાથે શાનદાર જોડી બનાવી. આ કારણે ભારતીય ટીમ શાસ્ત્રીના કાર્યકાળમાં ઓસ્ટ્રેલિયાને 2 વખત પોતાના ધરઆંગણે હરાવવામાં કામયાબ રહી. આ દરમિયાન ભારતે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહી હતી.

3. જ્હોન રાઈટ

ભારતના પ્રથમ વિદેશી કોચ ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન જ્હોન રાઈટ હતા. જ્યારે ભારતીય ટીમ મુશ્કિલ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે તેણે લગામ સંભાળી હતી. મોહમ્મદ અઝહરુદ્દીન, મનોજ પ્રભાકર અને અજય જાડેજા પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. 2000થી 2005 સુધી ભારતના કોચ રહ્યા આ દરમિયાન ભારતીય ટીમની રમતનું આ સ્તર સારું થયું હતુ. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી 2003-04માં 4 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી. પાકિસ્તાનને હરાવી અને દક્ષિણ આફ્રિકામાં 2003માં વનડે વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચ્યા.

4. ડંકન ફ્લેચર

ઝિમ્બામ્વેના અનુભવી ડંકન ફ્લેચરે 2011માં ભારતની ઐતિહાસિક વર્લ્ડકપ જીત્યા બાદ ગૈરી કર્સ્ટનનું સ્થાન લીધું હતુ. તેના કોચ રહેતા વનડે અને ટી20માં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ, પરંતુ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ. ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2011-2012 ભારત માટે ખરાબ સપના જેવું હતુ. ફ્લેચરનું કોચિંગ કરિયર 2014માં પૂર્ણ થયુ હતુ. જ્યારે ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંન્ને વિદેશ પ્રવાસ પર અસફળ કર્યું. ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2015 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો.

5. અજીત વાડેકર

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરે 1992 થી 1996 સુધી રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપી હતી. મોહમ્મદ અઝહરુદ્દીન સાથે મળીને તેણે ભારતની કેટલીક અદભૂત જીતનું નેતૃત્વ કર્યું હતું. કોચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડને 3-0થી હરાવ્યું અને 1992 થી 1994 સુધી વિક્રમજનક 14 મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં દેશમાં હીરો કપ, શ્રીલંકામાં સિંગર વર્લ્ડ સિરીઝ, વિલ્સ વર્લ્ડ સિરીઝ અને ભારતમાં ટાઇટન કપનો સમાવેશ થાય છે.

Published On - 3:55 pm, Mon, 5 September 22

Next Article