Ind vs NZ: કેએલ રાહુલે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે પોતાની હીટ જોડીનુ ખોલ્યુ રહસ્ય, બંને એ ભાગીદારીનો સર્જયો છે રેકોર્ડ

|

Nov 20, 2021 | 1:31 PM

ભારતે બીજી T20માં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું. રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે (KL Rahul) આ મેચમાં 117 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી.

Ind vs NZ: કેએલ રાહુલે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે પોતાની હીટ જોડીનુ ખોલ્યુ રહસ્ય, બંને એ ભાગીદારીનો સર્જયો છે રેકોર્ડ
પૂર્વ કેપ્ટન બનતા પહેલા પણ રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઘણી વખત ટી-20માં ટીમની કમાન સંભાળી છે.

Follow us on

શુક્રવારે રાંચીમાં તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા ભારતીય ટીમે (Team India) ત્રણ T20 મેચોની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) ને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 153 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક 16 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. તેની ઓપનિંગ જોડીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma) એ પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતાની અડધી સદીની ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાની જીત નક્કી કરી હતી. આ મેચમાં રોહિત-રાહુલે પણ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ પાંચમી વખત હતું જ્યારે બંને બેટ્સમેનોએ T20માં સદીની ભાગીદારી કરી હોય. રાહુલે રોહિત શર્મા સાથેની આ જોડી વિશે વાત કરતાં કહ્યું કે તેણે રોહિત પાસેથી ઘણું શીખ્યું છે.

રાહુલ રોહિતને વર્લ્ડ ક્લાસ બેટ્સમેન કહે છે

મેચ બાદ રાહુલે કહ્યું કે તે રોહિતની બેટિંગનો મોટો ફેન છે અને તેની સાથે બેટિંગ કરવાનું પસંદ કરે છે. મેચમાં અડધી સદી ફટકારનાર રાહુલે કહ્યું, ‘રોહિત અને મને સાથે બેટિંગ કરવાની મજા આવે છે. મને તેની બેટિંગ ખરેખર ગમે છે. તે એક શાનદાર બેટ્સમેન છે અને તેણે તેને આખી દુનિયામાં સાબિત કર્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આગળ કહ્યુ, અમે એકબીજા સાથે બેટિંગ કરતી વખતે કોઈના પર દબાણ ન આવે તેનું ધ્યાન રાખીએ છીએ. જો મને કોઇ બોલર રમવામાં તકલીફ પડતી હોય તો મારી સાથે બોલ્યા વિના રોહિત સ્ટ્રાઈક ફેરવે છે. જેનાથી મારું કામ સરળ થઈ જાય છે. આ રીતે અમે રન બનાવીએ છીએ અને ભારતને શાનદાર શરૂઆત અપાવીએ છીએ.

 

રોહિતે જીતનો શ્રેય ટીમને આપ્યો

આ સાથે જ કેપ્ટન રોહિતે જીતનો શ્રેય ટીમને આપ્યો. મેચ દરમિયાન (ઝાકળને કારણે) પરિસ્થિતિ સરળ ન હતી. સમગ્ર ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે બેટિંગ યુનિટ તરીકે ન્યુઝીલેન્ડની ક્ષમતા જાણીએ છીએ. પરંતુ અમે અમારા સ્પિનરોની ક્ષમતા પણ જાણીએ છીએ, હું તેમને કહેતો રહ્યો કે માત્ર એક વિકેટ લઈને અમે તેમના પર લગામ લગાવી શકીએ છીએ.

‘બેન્ચ સ્ટ્રેન્થ’ની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘બેન્ચ સ્ટ્રેન્થના ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેથી મેદાન પર ખેલાડીઓ પર દબાણ રહે છે. તેને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપવી તે મારા માટે મહત્વપૂર્ણ હતું. આ એક યુવા ટીમ છે જેમાંથી ઘણાએ ઘણી મેચ રમી નથી.

 

આ પણ વાંચોઃ Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા

 

આ પણ વાંચોઃ IND VS NZ: હર્ષલ પટેલે કહ્યુ, હું ટૅલેન્ટેડ નથી, આ સ્ફોટક ખેલાડીએ બદલી નાંખ્યુ પોતાનુ જીવન

Published On - 1:27 pm, Sat, 20 November 21

Next Article