જ્યારથી કેએલ રાહુલ (KL Rahul) ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે ત્યારથી તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં તેણે પરત ફર્યા બાદ તરત જ સદી ફટકારી હતી અને અંતે ભારત એશિયન ચેમ્પિયન પણ બન્યું હતું. પરંતુ કેએલ રાહુલ ભારત પરત ફરતાની સાથે જ તે પોતાના ટ્રેક પરથી ભટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા (Australia) સામેની પ્રથમ વનડેમાં કંઈક એવું કર્યું જેના પછી ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. અહીં વાત રાહુલની વિકેટકીપિંગની છે. મોહાલીમાં, રાહુલે ખૂબ જ નબળી વિકેટકીપિંગ (Wicket Keeping)કરી હતી અને કેચ છોડવાથી લઈને રન આઉટની તકો પણ છોડી દીધી હતી. આટલું જ નહીં, તે એક સામાન્ય બોલ પણ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો.
કેએલ રાહુલે મોહાલીમાં ખરાબ વિકેટકીપિંગની તમામ હદો તોડી નાખી હતી. એવું લાગી રહ્યું હતું કે આ ખેલાડી વિકેટ કેવી રીતે સાચવવી તે ભૂલી ગયો હતો. કેએલ રાહુલે 23મી ઓવરના પહેલા બોલ પર સૌથી મોટી ભૂલ કરી. જ્યારે તેણે લેબુશેનને રન આઉટ કરવાની આસાન તક ગુમાવી દીધી હતી. રાહુલ સૂર્યકુમાર યાદવના સરળ થ્રોને પકડી શક્યો ન હતો અને લેબુશેનને જીવનદાન મળ્યો. રાહુલે જ્યારે બોલ છોડ્યો ત્યારે લાબુશેન હાફ ક્રિઝ પર ઊભો હતો.
How close was that?
Enjoy #INDvAUS in 4K on #JioCinema in 11 languages & LIVE:
English on #Sports18
Hindi on #ColorsCineplexSuperhits
Tamil on #ColorsTamil
Kannada on #ColorsKannadaCinema
Bengali on #ColorsBanglaCinema#IDFCFirstBankODITrophy #TestedByTheBest pic.twitter.com/CoXRpx0HnO— JioCinema (@JioCinema) September 22, 2023
આ પછી કેએલ રાહુલે 33મી ઓવરમાં અશ્વિનના બોલ પર લેબુશેનનો કેચ છોડ્યો હતો. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયાને લેબુશેનની વિકેટ મળી હતી. વાસ્તવમાં, અશ્વિનના ચોથા બોલ પર લાબુશેને રિવર્સ સ્વીપ માર્યો અને બોલ તેના ગ્લોવ્સ સાથે અથડાયો અને રાહુલના હાથમાં ગયો પરંતુ તે કેચ લઈ શક્યો નહીં. જો કે, બોલ તેના ગ્લોવ્ઝમાંથી ઉછળીને વિકેટ સાથે અથડાયો અને આ દરમિયાન લેબુશેનનો પગ ક્રિઝની બહાર હતો અને તેને સ્ટમ્પ આઉટ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS : કેએલ રાહુલની કીપિંગ પર ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર કર્યો ટ્રોલ
ICYMI
Direct-Hit Alert!
Confusion in the middle & @surya_14kumar gets the throw right to dismiss Cameron Green.#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Alg6Avxyif
— BCCI (@BCCI) September 22, 2023
ઓસ્ટ્રેલિયાએ 40મી ઓવરમાં કેમેરોન ગ્રીનની વિકેટ ગુમાવી, આ બેટ્સમેન રન આઉટ થયો. રસપ્રદ વાત એ છે કે કેએલ રાહુલ બોલ ન પકડી શકવાના કારણે ગ્રીન રનઆઉટ થયો હતો. શમીના બોલ પર કેએલ રાહુલ બોલને પકડી શક્યો ન હતો અને ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડે બોલને ઝડપથી કેચ કરીને નોન-સ્ટ્રાઈકરના છેડે ફેંકી દીધો હતો અને સૂર્યકુમાર યાદવે અદ્ભુત રીતે ગ્રીનને રનઆઉટ કર્યો હતો. આ સિવાય રાહુલે બીજા ઘણા બોલ પણ છોડ્યા. જે બાદ તેની વિકેટકીપિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.