Video: ટીમ ઈન્ડિયામાં રિંકૂ સિંહની એન્ટ્રી પર KKRએ શાહરૂખ ખાનને કર્યો યાદ, આ Video દિલ જીતી લેશે

|

Aug 01, 2023 | 8:11 AM

30 જુલાઈના દિવસે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ફેન્સને ખુશ કરી દે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝ ફાસ્ટ બોલર બુમરાહ ભારતીય ટીમને કેપ્ટન બની વાપસી કરશે. જ્યારે રિંકૂ સિંહની ભારતીય ટીમમાં એન્ટ્રી થઈ છે.

Video: ટીમ ઈન્ડિયામાં રિંકૂ સિંહની એન્ટ્રી પર KKRએ શાહરૂખ ખાનને કર્યો યાદ, આ Video દિલ જીતી લેશે
kkr video on rinku singh
Image Credit source: Google

Follow us on

Team India : આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર રિંકૂ સિંહને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. 18 ઓગસ્ટથી ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ સામે 3 મેચની ટી20 સિરીઝ રમશે. આયર્લેન્ડ પ્રવાસ બાદ રિંકૂ સિંહ સહિતની યુવા ભારતીય ટીમ ચીનમાં એશિયન ગેમ્સ રમવા જશે. રિંકૂ સિંહની આ સફળતા પર KKR દ્વારા એક સુંદર વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમતા રિંકૂ સિંહે આઈપીએલ 2023માં અમદાવાદના નમો સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 5 સિક્સર ફટકારી હતી. અંતિમ ઓવરમાં ફટકારેલી આ સિક્સરને કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સે અશક્યને શક્ય બનાવી દીધુ હતુ. આ મેચ બાદ રિંકૂ સ્ટાર બની ગયો હતો. રિંકૂ સિંહને બીજીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જેને લઈને ફ્રેન્ચાઈઝીએ શાહરુખ ખાનના ડાયલોગ સાથે રિંકૂ સિંહનો એક વીડિયો ટ્વિટ કર્યો છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો : Ashes 2023: ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સ્ટુઅર્ટ બ્રોડની વિદાય

 

કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એક ડાયલોગ આજે પણ ખુબ પ્રખ્યાત છે. આ ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે કે અગર કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત આપકો ઉસસે મિલાને મેં લગ જાતી હૈ. ફ્રેન્ચાઈઝીએ રિંકૂ સિંહના આખા સફરને આ વીડિયોમાં બતાવ્યો છે અને શાહરુખ ખાનનો ડાયલોગ બેકગ્રાઉન્ડમાં મૂક્યો છે.

જણાવી દઈએ કે રિંકૂ સિંહ એક સમયે ઝાડૂ મારવાનું કામ પણ કરતો  હતો. ગરીબી પરિવારમાંથી આવેલા રિંકૂ સિંહે પોતાના દમ પર મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેની નોંધ આખા વિશ્વએ લીધી છે.

 આ પણ વાંચો : હજારો લોકોની સામે સ્મૃતિ મંધાનાને તેની ગર્લફ્રેન્ડ કહી, પછી કહ્યું I Love You, જુઓ Video

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), જીતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ફેમસ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન

આ પણ વાંચો : Rich Tennis Players: પાંચ ગ્રાન્ડસ્લેમ જીતનાર વિશ્વની સૌથી સુંદર ટેનિસ ખેલાડી ‘મારિયા શારાપોવા’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:02 am, Tue, 1 August 23

Next Article