KKR IPL 2022 Retained Players: કોલકાતા નાઇટ રાઇડર્સમાં મીસ્ટ્રી સ્પિનર સહિત આ ચાર ધૂરંધરોને જાળવી રખાયા, કેપ્ટનની રેસમાં ગણાતો શુભમન ગિલ પણ બહાર

|

Nov 30, 2021 | 11:13 PM

KKR IPL 2022 Released Players: કોલકાતા નાઈટ રાઈડર્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સિવાય બાકીના બધાને છુટ્ટી અપાઇ છે. જેમાં શુભમન ગિલ (Shubman Gill) નો સમાવેશ થાય છે, જેને ભાવિ કેપ્ટન કહેવામાં આવી રહ્યો છે.

KKR IPL 2022 Retained Players: કોલકાતા નાઇટ રાઇડર્સમાં મીસ્ટ્રી સ્પિનર સહિત આ ચાર ધૂરંધરોને જાળવી રખાયા, કેપ્ટનની રેસમાં ગણાતો શુભમન ગિલ પણ બહાર
Kolkata Knight Riders

Follow us on

બે વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ ટીમે IPL 2022 મેગા ઓક્શન પહેલા આન્દ્રે રસેલ (Andre Russell) , સુનીલ નરેન (Sunil Narine), વેંકટેશ ઐયર (Venkatesh Iyer) અને વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) ને પોતાની સાથે રાખ્યા છે. મતલબ કે ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક કે જેઓ સુકાની હતા, શુભમન ગિલ કે જેને ભાવિ કેપ્ટન કહેવામાં આવી રહ્યા છે તે બહાર છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

KKRએ આ ખેલાડીઓને જાળવી રાખ્યા

આન્દ્રે રસેલઃ તે વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની પાસે બેટિંગ અને બોલિંગથી મેચને પલટાવવાની શક્તિ છે. જોકે તેનુ તાજેતરનું ફોર્મ ચિંતાજનક છે પરંતુ KKRનો આત્મવિશ્વાસ અકબંધ છે. તેને 12 કરોડ રૂપિયા મળશે.

વરુણ ચક્રવર્તીઃ એક મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે KKR માટે અસરકારક રહ્યો છે. ફિટનેસનો મુદ્દો છે પરંતુ ટીમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેને આઠ કરોડ રૂપિયા મળશે.

વેંકટેશ અય્યરઃ IPL 2021માં જ KKR સાથે સંકળાયેલા હતા. બીજા હાફમાં રમવા મળ્યું અને ઓપનર તરીકેની છાપ છોડી. તે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરે છે. આવી સ્થિતિમાં તેની પાસે ઓલરાઉન્ડ ક્ષમતા છે. તેને આઠ કરોડ રૂપિયા મળશે.

સુનીલ નરેનઃ મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે ખ્યાતિ મેળવી છે. તે શરૂઆતથી જ KKR માટે રમ્યો છે. કેમિયો રમવામાં તે માહેર છે. તેને છ કરોડ રૂપિયા મળશે.

KKRએ આ ખેલાડીઓને છોડ્યા

ઓએન મોર્ગન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ગજેન્દ્ર સિંહ, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, ટિમ સીફર્ટ, શેલ્ડન જેક્સન, શાકિબ અલ હસન, શિવમ માવી, કુલદીપ યાદવ, બેન કટિંગ, કમલેશ નાગરકોટી, સંદીપ વોરિયર, પવન નેગી, પ્રસિદ્ધ ક્રિષ્ના, પેટ કમિન્સ, હરભજન સિંહ, ટિમ સાઉથી, વૈભવ અરોરા, લોકી ફર્ગ્યુસન.

 

 

 

 

Published On - 11:09 pm, Tue, 30 November 21

Next Article