
મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ (MLC 2026) ના એલિમિનેટરમાં વોશિંગ્ટન ફ્રીડમ અને MI ન્યૂયોર્ક વચ્ચેની મેચ દરમિયાન કાયરન પોલાર્ડે MI ન્યૂયોર્ક તરફથી રમતા 25 બોલમાં 64 રનની ઇનિંગ રમી. પોતાની તોફાની ઇનિંગ દરમિયાન પોલાર્ડે T-20 ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
પોલાર્ડ T-20 ક્રિકેટમાં 1000 છગ્ગા લગાવનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. જણાવી દઈએ કે, T-20 માં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે 463 મેચની 455 ઇનિંગ્સમાં 1056 છગ્ગા T-20 ક્રિકેટમાં લગાવ્યા છે. આ મેચમાં પોલાર્ડે પોતાની 64 રનની ઇનિંગમાં 8 છગ્ગા લગાવ્યા.
આ મેચની વાત કરીએ તો, મેજર લીગ ક્રિકેટ 2026 ના એલિમિનેટર મુકાબલામાં વોશિંગ્ટન ફ્રીડમે ટોસ જીતીને MI ન્યૂયોર્કને પહેલા બેટિંગ કરવા માટે કહ્યું.
KIERON POLLARD IN T20 CRICKET:
Innings – 663.
Runs – 14,803.
Average – 31.76.
Strike rate – 151.02.
Hundreds – 2.
Fifties – 70.
Fours – 923.
Sixes – 1001.
Wickets – 336.– Kieron Pollard, The GOAT in T20 cricket. pic.twitter.com/5ZswMVRw2Z
— Tanuj (@ImTanujSingh) July 16, 2026
MI ન્યૂયોર્કે પહેલા રમતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા, જેમાં નિકોલસ પૂરન (33 બોલમાં 106 રન) અને કાયરન પોલાર્ડે (25 બોલમાં 64 રન) તોફાની ઇનિંગ રમીને ધમાકો કરી દીધો.
ત્યારબાદ વોશિંગ્ટન ફ્રીડમની ટીમે લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર બેટ્સમેન એન્ડ્રીઝ ગૌસે સદી ફટકારી. વોશિંગ્ટન ફ્રીડમની ટીમે 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો. વોશિંગ્ટન ફ્રીડમની ટીમે 18.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી દીધો. સ્મિથે 48 બોલમાં અણનમ 110 રન બનાવ્યા.
બીજીબાજુ એન્ડ્રીઝ ગૌસે 51 બોલમાં 132 રનની ઇનિંગ રમી, જેના કારણે ફ્રીડમ આ મેચ સરળતાથી જીતવામાં સફળ રહી. હવે ફાઇનલમાં સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની ટીમ અને વોશિંગ્ટન ફ્રીડમની ટીમ વચ્ચે મુકાબલો થશે.