
IPL 2026ની તૈયારી કરી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH)એ એક મોટો નિર્ણય લીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેના કોચિંગ સ્ટાફમાં એક ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરને સામેલ કર્યો છે. આ અનુભવી ખેલાડી આગામી IPL સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચની જવાબદારી સંભાળશે . આ ભારતીય અનુભવી ખેલાડી જેમ્સ ફ્રેન્કલિનનું સ્થાન લેશે, જે ગયા સિઝનમાં SRH ટીમનો બોલિંગ કોચ હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2026 માટે વરુણ એરોનને ટીમનો નવો બોલિંગ કોચ બનાવ્યો છે. વરુણ એરોન ભારત માટે ટેસ્ટ અને ODI ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે સનરાઈઝર્સ હૈદરાબાદે તેને આ મોટી જવાબદારી સોંપી છે. SRHએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘ અમારા કોચિંગ સ્ટાફમાં એક આક્રમક બોલરનું સ્વાગત છે . વરુણ એરોન SRHના નવા બોલિંગ કોચ હશે.’
વરુણ એરોન પોતાના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ઝડપી બોલિંગનો ઉભરતો સ્ટાર હતો, તેણે ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા . જોકે, ઈજાઓએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મર્યાદિત કરી દીધી હતી. આવી સ્થિતિમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે તેના અનુભવનો લાભ લેવાનું નક્કી કર્યું છે, જેથી SRHની બોલિંગને વધુ મજબૂત બનાવી શકાય. જે છેલ્લા 2 સિઝનમાં નબળી દેખાઈ રહી છે.
વરુણ એરોનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2011માં શરૂ થઈ હતી અને તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ટેસ્ટ અને 9 ODI મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાની જર્સીમાં વરુણ એરોને છેલ્લી મેચ 2015માં રમી હતી. તેણે ટેસ્ટમાં 18 અને ODI માં 11 વિકેટ વિકેટ લીધી હતી . આ ઉપરાંત, વરુણ એરોન 52 IPL મેચમાં 50 વિકેટ પણ લઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: Breaking News : લોર્ડ્સ ટેસ્ટમાં ગરમાયું વાતાવરણ, સેટ રવીન્દ્ર જાડેજા સાથે ઝઘડો કરવા લાગ્યો અંગ્રેજ બોલર