20 જૂનનો દિવસ છે ભારતીય ક્રિકેટ માટે ખાસ, ત્રણ સુપર સ્ટાર ખેલાડીઓએ કર્યો હતો ટેસ્ટ ડેબ્યૂ

|

Jun 20, 2023 | 8:02 PM

આજનો દિવસ એટલે કે 20 જૂન ભારતીય ક્રિકેટના ઇતિહાસનો ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આજના દિવસે ટીમ ઈન્ડિયાના ત્રણ કપ્તાનોએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

20 જૂનનો દિવસ છે ભારતીય ક્રિકેટ માટે ખાસ, ત્રણ સુપર સ્ટાર ખેલાડીઓએ કર્યો હતો ટેસ્ટ ડેબ્યૂ
Ganguly, Dravid, Kohli

Follow us on

20 જૂનના દિવસે ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે 20 જૂન 1996ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ, જ્યારે વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 20 જૂન 2011ના દિવસે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.


આ ત્રણેય ક્રિકેટરો ભારતીય ક્રિકેટના સૌથી દિગ્ગજ ખેલાડીઓ સાબિત થયા હતા અને ત્રણેય ખેલાડીઓએ પોતાની પ્રતિભાથી ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં હતા. ત્રણેય ખેલાડીઓએ ભારતને વિશ્વ ક્રિકેટમાં ખાસ સ્થાન અપાવ્યું હતું અને ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈ પર લઈ ગયા હતા.

ડેબ્યૂ ટેસ્ટમાં કમાલ પ્રદર્શન

ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટમાં સૌરવ ગાંગુલીએ 131 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલ દ્રવિડે ટેસ્ટ ડેબ્યૂમાં 95 રન બનાવ્યા હતા. વર્ષ 2011માં આ દિવસે વિરાટ કોહલી ટેસ્ટ ડેબ્યૂમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ દાવમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે બીજી ઈનિંગમાં પણ કોહલી કંઈ કમાલ કરી શક્યો ન હતો અને તે માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

‘દાદા’ સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટમાં ‘દાદા’નું ઉપનામ મળ્યું છે. ડાબા હાથના બેટ્સમેન ગાંગુલીએ ટીમ ઈન્ડિયામાં બેટ્સમેન અને ઓપનરની સાથે ઓલરાઉન્ડર અને કેપ્ટન તરીકે પણ યોગદાન આપ્યું હતું. ગાંગુલીએ 113 ટેસ્ટમાં 16 સદીની મદદથી 7212 રન બનાવ્યા હતા. ગાંગુલીએ 49 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી હતી અને 21 ટેસ્ટમાં જીત અપાવી હતી.

‘ધ વોલ’ રાહુલ દ્રવિડ

ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોની લિસ્ટમાં રાહુલ દ્રવિડનું નામ સામેલ છે. દ્રવિડને વિશ્વભરમાં ક્રીકટ ફેન્સ ‘ધ વોલ’ના નામથી સંબોધિત કરે છે. દ્રવિડે ભારત માટે 134 ટેસ્ટમાં 36 સદીની મદદથી કુલ 13,288 રન બનાવ્યા હતા. દ્રવિડે 25 ટેસ્ટમાં ટીમની કપ્તાનીન કરી હતી જેમાં 8માં જીત અને 6માં ટીમને હાર મળી હતી.

આ પણ વાંચોઃ Ashes 2023: વરસાદના કારણે પ્રથમ સેશન રદ, મેચ 2-3 કલાક પછી શરૂ થવાની સંભાવના

‘રન મશીન’ વિરાટ કોહલી

ફેન્સમાં કિંગ કોહલીના નામથી ફેમસ ટીમ ઈન્ડિયાના હાલના સમયના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રનનો વરસાદ કર્યો છે. કોહલીએ 109 ટેસ્ટની 185 ઇનિંગ્સમાં 8479 રન બનાવ્યા છે. તેણે 28 સદી અને 28 અડધી સદી ફટકારી છે. કોહલીએ 68 ટેસ્ટમાં ટીમની કપ્તાની કરી હતી. વિરાટે ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે ટેસ્ટ મેચ જીતી છે અને તે ટેસ્ટમાં ભારત માટે સૌથી સફળ કપ્તાન છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article