T20 World Cup Final: મિશેલ સ્ટાર્કની ન્યુઝીલેન્ડે કરી દીધી કફોડી હાલત, પાર્ટનરની ભૂલે શરમથી માથુ ઝુકાવી દીધુ!

|

Nov 14, 2021 | 10:17 PM

New Zealand vs Australia, Final: મિશેલ સ્ટાર્કે 4 ઓવરમાં આપ્યા 60 રન, હેઝલવુડ બન્યો મોટું કારણ, જાણો કેવી રીતે?

T20 World Cup Final: મિશેલ સ્ટાર્કની ન્યુઝીલેન્ડે કરી દીધી કફોડી હાલત, પાર્ટનરની ભૂલે શરમથી માથુ ઝુકાવી દીધુ!
Mitchell Starc

Follow us on

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો કદાચ T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની ફાઈનલને ક્યારેય ભૂલી શકશે નહીં. વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંના એક મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) ને ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડે જબરદસ્ત ધોઇ નાંખ્યો હતો. મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 60 રન આપ્યા, જે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં કોઈપણ ખેલાડીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. મિચેલ સ્ટાર્ક પહેલા લસિથ મલિંગાએ 2012 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 4 ઓવરમાં 54 રન બનાવ્યા હતા.

ફાઈનલ મેચમાં મિચેલ સ્ટાર્કે ખરાબ બોલિંગ કરી હતી. તેનો યોર્કર બોલ યોગ્ય પડ્યો ન હતો અને તેણે ઘણા ફુલ ટોસ આપ્યા હતા. સ્ટાર્કને સૌથી વધુ નુકશાન કિવી કેપ્ટન કેન વિલિયમસનથી થઈ હતી. જેણે આ ઝડપી બોલરના 12 બોલમાં 39 રન ફટકાર્યા હતા. જો કે, સ્ટાર્કની ધોલાઇનું મુખ્ય કારણ તેનો બોલિંગ પાર્ટનર જોશ હેઝલવુડ હતો. જેની એક ભૂલથી ઓસ્ટ્રેલિયન ટીમને પણ મોટો ફટકો પડ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હેઝલવુડે છોડ્યો વિલિયમસનનો આસાન કેચ

મિચેલ સ્ટાર્કના સ્મેશમાં જોશ હેઝલવુડની મોટી ભૂમિકા છે, કારણ કે 11મી ઓવરમાં તેની બોલિંગ પર વિલિયમસનનો કેચ ચુકી ગયો હતો. આ કેચ હેઝલવુડે છોડ્યો હતો અને તે પછી વિલિયમસને કાંગારૂ બોલરના ધજીયાં ઉડાવી દીધો હતો. ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની 11મી ઓવરના ત્રીજા બોલ પર વિલિયમસને ફાઇન લેગ તરફ શોટ રમ્યો અને હેઝલવુડે ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો. એટલું જ નહીં, આ બોલ ચોગ્ગા માટે પણ ગયો હતો. વિલિયમસને આ ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી વિલિયમસને મિચેલ સ્ટાર્કની ત્રીજી ઓવરમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

 

વિલિયમસનની શાનદાર ઇનીંગ

જ્યારે કેન વિલિયમસનનો કેચ છૂટ્યો ત્યારે તે માત્ર 21 રનના સ્કોર પર હતો. જીવન બાદ વિલિયમસને વધુ 64 રન બનાવ્યા હતા. કેન વિલિયમસને તેના પ્રથમ 16 રન માત્ર 16 બોલમાં બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં તે માત્ર 32 બોલમાં અડધી સદી સુધી પહોંચી ગયો હતો, જે T20 વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અર્ધસદી છે. આ વિલિયમસનની ઇનિંગ હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ 10 ઓવરમાં માત્ર 57 રન બનાવવા છતાં 20 ઓવરમાં 172 રન સુધી પહોંચી ગઈ હતી.

 

આ પણ વાંચોઃ Asian Championship: 19 વર્ષીય ઋષભ યાદવ નો કમાલ ! રેન્કિંગ રાઉન્ડમાં પોતાના જ મેન્ટોરને પછાડી દીધા

આ પણ વાંચોઃ World Cup: ઓલિમ્પિકની તર્જ પર ICC હવે વિશ્વકપના યજમાન નક્કિ કરશે, ભારતે દશ વર્ષ સુધી જોવી પડી શકે છે રાહ!

Published On - 10:11 pm, Sun, 14 November 21

Next Article