IND vs SA: જસપ્રીત બુમરાહનો મોટો રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બન્યું

જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીની પહેલી મેચમાં માત્ર એક વિકેટ લઈને એક મોટો રેકોર્ડ તોડ્યો. તેણે એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ કોઈ ભારતીય બોલરે હાંસલ કરી ન હતી. બુમરાહે કટકમાં ઘાતક બોલિંગથી કમાલ કર્યો હતો.

IND vs SA: જસપ્રીત બુમરાહનો મોટો રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બન્યું
Jasprit Bumrah
Image Credit source: PTI
| Updated on: Dec 09, 2025 | 10:48 PM

ભારતીય ફાસ્ટ બોલિંગ સુપરસ્ટાર જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં બોલ લઈને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. પોતાની પ્રથમ વિકેટ સાથે જસપ્રીત બુમરાહે T20I ક્રિકેટમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ કોઈ ભારતીય બોલરે હાંસલ કરી ન હતી.

જસપ્રીત બુમરાહની T20માં 100 વિકેટ પૂર્ણ

જસપ્રીત બુમરાહે આ મેચમાં પોતાની પહેલી વિકેટ સાથે T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 વિકેટ પૂર્ણ કરી. આ સાથે, બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો માત્ર બીજો બોલર બન્યો. અગાઉ આ સિદ્ધિ અર્શદીપ સિંહે હાંસલ કરી હતી. બુમરાહે માત્ર 81 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જે તેની અદ્ભુત સાતત્ય અને ઘાતક બોલિંગનો પુરાવો છે.

 

ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય

સૌથી મહત્વની વાત એ છે કે, જસપ્રીત બુમરાહ હવે ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટ: ટેસ્ટ, વનડે અને ટી20 માં 100 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. બુમરાહએ ટેસ્ટમાં 234 અને વનડેમાં 149 વિકેટ લીધી છે. વિશ્વ ક્રિકેટમાં પણ, ત્રણેય ફોર્મેટમાં 100+ વિકેટ લેનારા બોલરોની યાદી ખૂબ જ ટૂંકી છે, અને હવે બુમરાહનું નામ ભારતીય ક્રિકેટના ગૌરવમાં ઉમેરાઈ ગયું છે.

ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનારા બોલરો

  • લસિથ મલિંગા (શ્રીલંકા) – (101 વિકેટ), વનડે (338 વિકેટ), T20 (107 વિકેટ)
  • ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) – ટેસ્ટ (391 વિકેટ), વનડે (221 વિકેટ), T20 (164 વિકેટ)
  • શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – ટેસ્ટ (246 વિકેટ), વનડે (317 વિકેટ), T20 (149 વિકેટ)
  • શાહીન આફ્રિદી (પપાકિસ્તાન) – ટેસ્ટ (121 વિકેટ), વનડે (135 વિકેટ), T20 (126 વિકેટ)
  • જસપ્રીત બુમરાહ (ભારત) – ટેસ્ટ (149 વિકેટ), વનડે (149 વિકેટ), T20 (101* વિકેટ)

આ પણ વાંચો: Breaking News: પહેલી T20 માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો