ભારતની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ કેરળ તરફથી રણજી રમતો ઓલરાઉન્ડર જલજ સક્સેના એકદમ નિરાશ થઈ ગયો હતો. તેનું કારણ એ છે કે જલજને દક્ષિણ ઝોનની ટીમમાં સ્થાન મળ્યું નથી. જલજ ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે અને તેથી દક્ષિણ ઝોનના પસંદગીકારો દ્વારા તેને અવગણવામાં આવતા આશ્ચર્ય થયું છે. તેણે ટ્વિટર પર આ વિશે વાત કરી હતી અને હવે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ પણ તેના સમર્થનમાં સામે આવ્યા છે.
BCCI ડોમેસ્ટિક ક્રિકેટના પસંદગીકારોએ જલજના સ્થાને ટીમ ઈન્ડિયા તરફથી રમતા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ક્ષિણ ઝોનની ટીમમાં સામેલ કર્યો છે.જલજ સક્સેનાએ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં બોલ વડે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું અને સૌથી વધુ વિકેટો લીધી હતી. આ ખેલાડી પહેલા મધ્યપ્રદેશ તરફથી રમતો હતો અને પછી કેરળ તરફથી રમવા લાગ્યો હતો.
Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn’t get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt
— Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023
તેની ઝાટકણી કાઢતા, જલજે ટ્વીટ કર્યું કે રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં સૌથી વધુ વિકેટ લેનાર વ્યક્તિને દુલીપ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો નથી, શું ક્રિકેટના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું છે કે નહીં. તેણે કહ્યું કે તે કોઈને દોષ આપવા માગતો નથી, માત્ર જાણવા માંગતો હતો.જલજે ગત રણજી ટ્રોફી સિઝનમાં સાત મેચમાં 50 વિકેટ ઝડપી હતી.આટલા સારા પરદર્શન બાદ પણ દુલીપ ટ્રોફી માટેની ટીમમાં સિલેક્શન ન થતા ચોક્કસથી આ યુવા ખેલાડી નિરાશ થયો છે અને ટ્વિટર પર પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચોઃ Ashes 2023 : મોઈન અલીને તેની કમબેક ટેસ્ટમાં ICCએ ફટકાર્યો દંડ, આંગળી પર સ્પ્રે કરવાની મળી સજા
There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81
— Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023
જલજ સક્સેના દ્વારા કરવામાં આવેલ ટ્વિટને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને પૂર્વ બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદે રિટ્વીટ કર્યું હતું . તેણે આગળ લખ્યું કે રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને દક્ષિણ ઝોનની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટમાં શું મજાક થઈ રહી છે?