IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

|

Feb 12, 2022 | 7:35 PM

IPL 2022 Highest Paid Players List: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે આ બે ખેલાડીઓને ખરીદી ઈતિહાસ રચ્યો હતો.

IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ
IPL 2022 Auction માં આ ખેલાડીઓ બાજી મારી છે.

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ક્રિકેટની સાથે સંપત્તિ અને પ્રસિદ્ધી પણ એક સાથેજોવા મળે છે. કોઈપણ ખેલાડીને રાતોરાત કરોડપતિ બનાવી દેનારી લીગનું નામ એટલે IPL છે. અને, તેની 15મી સીઝનની હરાજી કંઈ અલગ બતાવી શકી નથી. ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. કેટલાક હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા વિકેટકીપર બન્યા તો કેટલાક સૌથી મોંઘા બોલર. હવે સવાલ એ છે કે IPL 2022ની હરાજી (IPL 2022 Auction) માં સૌથી મોંઘા વેચાતા 10 ખેલાડીઓ કોણ હતા? તો અમે તમને જણાવી દઈએ કે ભારતના આ યુવા ક્રિકેટરે આ હરાજીના લિસ્ટમાં પોતાની નામ આગળ કર્યું છે.

IPL 2022ની હરાજીમાં ઘણી ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે અગાઉની હરાજીમાં જે કર્યું ન હતું તે કર્યું. જેમ કે, મુંબઈ ઈન્ડિયન્સે બિહારના પટનાથી આવેલા ઝારખંડના ક્રિકેટરને પોતાની સાથે જોડી રાખવા માટે પહેલીવાર 10 કરોડનો આંકડો પાર કર્યો હતો. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સે પણ યૂપીના આગ્રાના રહેવાસી દીપક ચહર જેવા મેચ વિનરને જાળવી રાખવા માટે તિજોરી ખોલી નાંખી હતી.

IPL 2022 ના 10 ‘રઈસઝાદે’

ચાલો IPL 2022ની મેગા ઓક્શનમાં વેચાયેલા 10 સૌથી મોંઘા ખેલાડીઓ પર એક નજર કરીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  1. ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સે આ વિકેટ કીપર બેટ્સમેન માટે 15.25 કરોડ ખર્ચ્યા હતા.
  2. દીપક ચહરઃ ચેન્નાઈ સુપર કિંગ્સે દીપક ચહરને ખરીદવા માટે તિજોરી ખોલી અને 14 કરોડ ખર્ચ કર્યા
  3. શ્રેયસ અય્યરઃ માર્કી પ્લેયરમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી ઐયર હતો, તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  4.  નિકોલસ પૂરનઃ વેસ્ટ ઈન્ડિઝના સફેદ બોલના વાઇસ-કેપ્ટનને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો.
  5. શાર્દુલ ઠાકુરઃ ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને દિલ્હી કેપિટલ્સે રૂ. 10.75 કરોડમાં ખરીદ કર્યો હતો.
  6. વાનિન્દુ હસરંગાઃ શ્રીલંકાના આ સ્પિન ઓલરાઉન્ડરને રોયલ ચેલેન્જર્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  7. હર્ષલ પટેલઃ RCBએ ગત સિઝનના પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલને પોતાની સાથે રાખવા માટે 10.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
  8. લોકી ફર્ગ્યુસનઃ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ગુજરાત ટાઇટન્સે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  9. પ્રસિદ્ધ કૃષ્ણાઃ રાજસ્થાન રોયલ્સે ભારતીય ટીમના ઉભરતા ફાસ્ટ બોલર કૃષ્ણા પર 10 કરોડ રૂપિયાની બાજી લગાવી છે.
  10. કાગિસો રબાડાઃ આ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરને પંજાબ કિંગ્સે 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

 

આ પણ વાંચોઃ Deepak Chahar IPL 2022 Auction: દીપક ચહર બન્યો સૌથી મોંઘો બોલર, ધોનીની ટીમે આટલા કરોડ ખર્ચીને પોતાની સાથે જોડ્યો

આ પણ વાંચોઃ Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી

 

Published On - 7:35 pm, Sat, 12 February 22

Next Article