ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની છેલ્લા એક મહિનાથી રાહ જોવાઈ રહી હતી. દરેકને આશા હતી કે આ પ્રવાસમાં કેટલાક નવા ખેલાડીઓને તક મળશે. ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ આ વાત પણ સાબિત થઈ હતી. કેટલાક નવા ખેલાડીઓને પ્રથમ વખત ટીમમાં તક મળી છે અને હવે ટીમમાંથી પ્લેઈંગ ઈલેવન સુધીની સફર પણ પૂર્ણ થઈ ગઈ છે. દરેકની નજર અને સમગ્ર ચર્ચા યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પર હતી, પરંતુ માત્ર જયસ્વાલ જ નહીં વિકેટકીપર ઈશાન કિશનને પણ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં તક મળી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈ બુધવારથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન ડેબ્યુ કર્યું હતું. કેપ્ટન રોહિતે જયસ્વાલ વિશે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી, પરંતુ ઈશાન વિશેનો ખુલાસો ટોસ પહેલા જ થયો હતો. કેએસ ભરતની જગ્યાએ ઈશાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Yashashvi Jaiswal Ishan Kishan
The duo have been handed their maiden Test caps in the first #WIvIND clash
@BCCI #WTC25 pic.twitter.com/DB5tBIfJxc
— ICC (@ICC) July 12, 2023
ટેસ્ટ શરૂ થતા પહેલા પહેલા ઈશાન કિશનને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ આપી હતી. આ રીતે ઈશાન કિશન ભારતનો નંબર 307 ટેસ્ટ પ્લેયર બની ગયો છે. ઈશાને માર્ચ 2021માં કોહલીની કેપ્ટન્સીમાં T20માં ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલને કેપ નંબર 306 મળી હતી, જે તેને કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કેપ આપી હતી.
જો ઈશાન કિશનના કરિયરની વાત કરીએ તો તેણે માર્ચ 2021માં T20 ફોર્મેટથી ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો અને થોડા મહિનામાં તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તે બંને ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. જો તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો ઈશાને 48 મેચમાં 38ની એવરેજથી 2985 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 16 અડધી સદી છે. તેના નામે 99 કેચ અને 11 સ્ટમ્પિંગ પણ છે.
Congratulations to Yashasvi Jaiswal and Ishan Kishan who are all set to make their Test debut for #TeamIndia.
Go well, lads!#WIvIND pic.twitter.com/h2lIvgU6Zp
— BCCI (@BCCI) July 12, 2023
સવાલ એ છે કે ભરતને માત્ર 5 મેચ બાદ બહાર કરી દેવાયા બાદ ઈશાનને શા માટે તક આપવામાં આવી? પહેલી વાત એ છે કે ભરતે પોતાની પાંચ ટેસ્ટ મેચમાં કોઈ ખાસ અસર છોડી નથી. વિકેટકીપિંગમાં પણ તે મજબૂત દેખાતો નહોતો. જોકે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે કેટલાક સારા કેચ લીધા હતા. સૌથી મોટી સમસ્યા બેટમાં તેની નિષ્ફળતા હતી. ભરતે તેની 5 ટેસ્ટ મેચોમાં એક પણ ઇનિંગ્સ રમી ન હતી, જેને મજબૂત કહી શકાય.
ℙ चा , म्हणजे all formats flipped ✅ #OneFamily #WIvIND @ishankishan51 pic.twitter.com/yPUKAMiEFZ
— Mumbai Indians (@mipaltan) July 12, 2023
આ પાસું ખાસ મહત્વનું છે કારણ કે છેલ્લા 2-3 વર્ષોમાં રિષભ પંતે આ સ્થાન ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. તેની બેટિંગ સ્ટાઈલથી મેચને પલટાવવાની ક્ષમતા છે, જે હજુ સુધી ભારતમાં જોવા મળી નથી. ઈશાનને તક આપવા પાછળ તેની બેટિંગ એક મોટું કારણ છે, કારણ કે ઋષભની જેમ તે પણ કાઉન્ટર એટેક કરીને બોલરો પર દબાણ બનાવી શકે છે.