ઈરાની કપઃ પૃથ્વી શોને મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન, સરફરાઝ ખાનની નહીં થઈ પસંદગી

|

Sep 24, 2024 | 6:42 PM

ઈરાની કપ માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શાર્દુલ ઠાકુર અને શ્રેયસ અય્યરને ટીમમાં તક મળી છે. પૃથ્વી શોને પણ 16 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જેને દુલીપ ટ્રોફીમાં કોઈ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. મોટા સમાચાર એ છે કે સરફરાઝ ખાન ઈરાની કપમાં રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

ઈરાની કપઃ પૃથ્વી શોને મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન, સરફરાઝ ખાનની નહીં થઈ પસંદગી
Sarfraz Khan & Prithvi Shaw

Follow us on

ઈરાની કપ માટે મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈની કપ્તાની અજિંક્ય રહાણે કરશે અને ટીમમાં કુલ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે સરફરાઝ ખાનને મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.

27 સપ્ટેમ્બરથી શરૂ થશે મુકાબલો

સરફરાઝ ખાન હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં છે. જો કે, અહીં રસપ્રદ વાત એ છે કે BCCIએ માહિતી આપી છે કે જો સરફરાઝ બીજી ટેસ્ટ નહીં રમે તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. આ પછી જ તે ઈરાની કપમાં મુંબઈની ટીમ તરફથી રમી શકશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે જ્યારે ઈરાની કપ 1 ઓક્ટોબરથી શરૂ થશે.

મુંબઈની ટીમ તરફથી મોટા સમાચાર

મુંબઈની ટીમની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. તેના સિવાય શ્રેયસ અય્યરને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સિદ્ધેશ લાડની ટીમમાં વાપસી થઈ છે જ્યારે આયુષ મ્હાત્રેની ટીમમાં પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રેસ્ટ ઓફ ઈન્ડિયાની મજબૂત ટીમ

ઋતુરાજ ગાયકવાડના હાથમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. અભિમન્યુ ઈશ્વરનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ધ્રુવ જુરેલ અને યશ દયાલને પણ તક મળી છે, જેઓ પણ બાંગ્લાદેશ શ્રેણી માટે ટેસ્ટ ટીમમાં છે. જો આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં મળે તો તેમને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવશે અને તેથી જ તેમને રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

મુંબઈ vs રેસ્ટ ઓફ ઈન્ડિયા

ઈરાની કપ એ ભારતની સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા છે જે રણજી ટ્રોફી ચેમ્પિયન અને અન્ય ટીમોના શ્રેષ્ઠ ખેલાડીઓની બનેલી ટીમ વચ્ચે રમાય છે, જે રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમ તરીકે ઓળખાય છે. આ ટુર્નામેન્ટ પ્રથમ વખત 1959-60માં રમાઈ હતી. મુંબઈએ સૌથી વધુ 14 વખત ઈરાની કપ જીત્યો છે. મોટી વાત એ છે કે મુંબઈની ટીમ 25 વર્ષથી ઈરાની કપ જીતી શકી નથી.

મુંબઈ : અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, આયુષ મ્હાત્રે, મુશીર ખાન, શ્રેયસ અય્યર, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, હાર્દિક તામોર, સિદ્ધાંત અધાતરાવ, શમ્સ મુલાની, તનુષ કોટિયન, હિમાંશુ સિંહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ આવાસ, મોહિત ખાન , રોયસ્ટન ડાયસ.

રેસ્ટ ઓફ ઈન્ડિયા : ઋતુરાજ ગાયકવાડ, અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, ઈશાન કિશન, માનવ સુથાર, સારાંશ જૈન, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર, યશ દયાલ, રિકી ભુઈ, શાશ્વત રાવત, ખલીલ અહેમદ, રાહુલ ચહર.

આ પણ વાંચો: IND vs BAN: કાનપુર ટેસ્ટ પહેલા પોલીસની મોટી કાર્યવાહી, 20 લોકો સામે FIR, કડક સુરક્ષા વ્યવસ્થા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article