IPL 2022: ઓક્શનમાં કરોડો વરસાવ્યા છતાં, શરુઆતમાં ખેલાડીઓની ગેરહાજર રહેવાના મુદ્દે ટીમોમાં રોષ, મામલો BCCI પહોંચશે!

|

Feb 23, 2022 | 9:24 AM

ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરોને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના ઓક્શનમાં (IPL 2022 Auction) માં જંગી પૈસા મળ્યા છે, પરંતુ તેઓ ફ્રી હોવા છતાં પ્રથમ બે અઠવાડિયા સુધી ટૂર્નામેન્ટ રમી શકશે નહીં, આ જોઈને આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓમાં રોષ છે.

IPL 2022: ઓક્શનમાં કરોડો વરસાવ્યા છતાં, શરુઆતમાં ખેલાડીઓની ગેરહાજર રહેવાના મુદ્દે ટીમોમાં રોષ, મામલો BCCI પહોંચશે!
IPL ની શરુઆતની મેચમાં આ વિદેશી પ્લેયરો અકારણ ગેરહાજર રહેવાનો મુદ્દો ગરમાયો છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ ઓક્શન (IPL 2022 Auction) માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર કરોડોનો વરસાદ કરનાર આઈપીએલ ટીમો ખૂબ જ ગુસ્સે છે. નારાજગીનું કારણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) છે, જેણે પોતાના ખેલાડીઓને 6 એપ્રિલ સુધી IPL 2022 માં ભાગ ન લેવાનો આદેશ આપ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના તમામ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે આ આદેશ જારી કર્યો છે. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ પોતપોતાની આઈપીએલ ટીમનો મહત્વનો ભાગ છે. તેમની ગેરહાજરી તે ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાને બરબાદ કરી શકે છે. IPL 2022ની ટીમો નારાજ છે કારણ કે આ ખેલાડીઓને પાકિસ્તાન (Pakistan Vs Australia) સામેની ODI અને T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા નથી મળી, તેમ છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમને રોક્યા છે.

મીડિયા અહેવાલ મુજબ, ‘આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ કહ્યું કે જો આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હોય તો તે અલગ વાત છે, પરંતુ જ્યારે તેઓ પાકિસ્તાન શ્રેણીમાં નથી રમી રહ્યા ત્યારે તેમને રોકવાનો શુ મતલબ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી ટીમો ઘણી નારાજ છે.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ 3-4 મેચ નહીં રમે!

જો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને 6 એપ્રિલ પછી IPL માં મોકલવામાં આવે છે, તો તેઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા પછી જ IPLમાં જોડાશે. મતલબ કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 11 અથવા 12 એપ્રિલે તેમની ટીમ સાથે જોડાશે. જેનો અર્થ છે કે તે ખેલાડીઓ 3-4 મેચ નહીં રમે. રિપોર્ટ અનુસાર, IPL ટીમો આ મુદ્દો BCCI સામે ઉઠાવવા જઈ રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા પરત ફરશે ખેલાડીઓ, ત્યારબાદ આવશે ભારત!

વોર્નર, હેઝલવુડ અને કમિન્સ પાકિસ્તાનમાં 4 માર્ચથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી માટે ટીમનો ભાગ છે, જે 25 માર્ચ સુધી ચાલશે. આ શ્રેણી બાદ આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરશે અને ત્યાર બાદ 5 એપ્રિલ પછી જ તેઓ IPL માં જવા માટે મુક્ત થઈ શકશે. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઈલીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ‘ક્રિકેટ ડોટ કોમ એયુ’ એ બેઈલીને ટાંકીને કહ્યું, ‘મને એક ટૂર્નામેન્ટ તરીકે IPL માટે સંપૂર્ણ સન્માન છે. મને લાગે છે કે તે ટી20 મેચોમાં સર્વોચ્ચ સ્તર ધરાવે છે.

તેમણે કહ્યું, ‘મને લાગે છે કે અમારા કેટલાક ખેલાડીઓના કૌશલ્ય વિકાસ માટે આ ખરેખર મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રહી છે, તેથી તેને ઓછું નહી આંકવું મહત્વપૂર્ણ છે. સાથે જ કેન્દ્રીય કરાર ધરાવતા ઓસ્ટ્રેલિયન ખેલાડી IPL ટીમમાં જોડાવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. ડેનિયલ સેમ્સ, રિલે મેરેડિથ, નાથન કુલ્ટર-નાઈલ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કરારથી બંધાયેલા નથી. આવી સ્થિતિમાં, આ ખેલાડીઓ IPLની શરૂઆતથી ફ્રેન્ચાઇઝી ટીમો સાથે જોડાવા માટે સ્વતંત્ર હશે.

 

આ પણ જાણોઃ The Hundred: સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝને ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કર્યા, આ 3 ભારતીય ખેલાડીઓને રિલીઝ કરાયા

આ પણ જાણોઃ IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, દીપક ચાહર બાદ હવે સ્ફોટક બેટ્સમેન બહાર!

 

 

Published On - 9:24 am, Wed, 23 February 22

Next Article