આઇપીએલ 2023 માં બેટ્સમેનનો દબદબો રહ્યો છે. ટીમ માટે 200 પ્લસ રનનો સ્કોર સરળ થઇ ગયો છે અને એક મેચમાં બંને ટીમે મળીને કુલ 400 રનનો સ્કોર ઘણી વખત પાર કર્યો છે. બેટ્સમેનનો જો આ સીઝનમાં દબદબો રહ્યો છે તો બોલર પણ પાછળ નથી રહ્યા. ઓપનીંગ બેટ્સમેન જ્યા સદી ફટકારે છે તો ઘણા ઓપનીંગ બેટ્સમેન ઝીરો પર પણ આઉટ થયા છે. આઇપીએલમાં આપનીંગમા યશસ્વી જાયસ્વાલ, હેરી બ્રુકે સદી ફટકારી છે તો રોહિત શર્મા, ડેવિડ વોર્નર જેવા દિગ્ગ્જ બેટ્સમેન ઝીરો પર પણ આઉટ થયા છે.
આ પણ વાંચો: આખી ટીમ 9 રનમાં ઢેર, ફક્ત 4 બોલમાં મેચનું આવ્યું પરિણામ, આ કેવી આંતરરાષ્ટ્રીય મેચ….
આઇપીએલની 46મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. આ આઇપીએલ 2023 ની 46મી મેચ હતી અને આ મેચમાં મુંબઇની 6 વિકેટથી જીત થઇ હતી. આ મેચ રોહિત શર્માની મુબંઇ માટે 200મી ટી20 મેચ હતી. રોહિત શર્માએ આઇપીએલમાં 235 મેચ રમી છે અને 6063 રન કર્યા છે. મુંબઇ માટે રોહિતે 5166 રન કર્યા છે જેમાં એક સદી સામેલ છે.
આ મેચમાં રોહિત શર્મા ઝીરો પર આઉટ થયો હતો. રોહિત પોતાની ઇનિંગમાં ત્રીજા બોલ પર ઝીરોમાં આઉટ થયો હતો. તેને ધવને આઉટ કર્યો હતો. આ સાથે રોહિત ઝીરો પર આઉટ થયેલ બેટ્સમેનની લીસ્ટમાં ટોચ પર પહોંચી ગયો છે.
Rohit Sharma equals Gautam Gambhir in the list of most ducks among captains in IPL.#RohitSharma #IPL2023 #PBKSvsMI #CricTracker pic.twitter.com/AIgvtnPIEl
— CricTracker (@Cricketracker) May 4, 2023
રોહિત શર્મા બેટ્સમેન તરીકે તો ઝીરો પર સૌથી વધુ વખત આઉટ થયો છે પણ કેપ્ટન તરીકે પણ લીસ્ટમાં ટોચ પર છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…