AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

IPL 2023 Points Table: ગુજરાત ટાઈટન્સની દિલ્હી કેપિટલ્સ સામે હાર બાદ પણ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપરનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જોકે હવે પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે અને 6 ટીમો એક જ સરખા પોઈન્ટ્સ સાથે આગળ વધી છે.

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો
Points Table in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 11:26 AM
Share

મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2023 ની 44મી મેચ રમાઈ હતી. ગુજરાત ઘર આંગણે જ આસાન ટાર્ગેટને પાર કરવામાં અસફળ રહીને હારી ગઈ હતી. સૌથી કંગાળ પ્રદર્શન સાથે તળીયે રહેલી ટીમ દિલ્હીએ નંબર-1 ગુજરાતને હરાવી દીધુ હતુ. દિલ્હીએ 5 રનથી ગુજરાત સામે જીત મેળવી હતી. ગુજરાતની હાર સાથે જ હવે પ્લેઓફની રેસ હવે વધુ રસપ્રદ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલમાં 6 ટીમો એક જ સરખા આંક ધરાવે છે.

ગુજરાત ટાઈટન્સ સૌથી ઉપર રહેતા 12 પોઈન્ટ્સ ધરાવે છે. દિલ્હી સામેની મેચ જીતવા સાથે જ ગુજરાતની ટીમ પ્લેઓફ માટે લગભગ નિશ્ચિત થઈ ચુક્યુ હોત. પરંતુ હવુ બાકીની છ ટીમો વચ્ચેની લડાઈ જબરદસ્ત બની જશે. આગળના તબક્કાની મેચમાં લડાઈ રોમાંચક બનતી જશે અને ટીમો હવે મરણીયા બની મેદાનમાં રમતી જોવા મળશે.

ગુજરાત નંબર-1

મંગળવારે ભલે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની અડધી સદી બાદ ગુજરાતની ટીમને હાર મળી હોય, પરંતુ આમ છતાં પ્લેઓફ માટેનો રસ્તો સૌથી આસાન છે. ગુજરાત ટીમ માટે પ્લેઓફમાં પહોંચવુ હવે આસાન છે, પરંતુ આ સિવાય 6 ટીમો માટે લડાઈ ભર્યો માર્ગ છે. રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિતના છ ટીમો એક સરખી જીતનો આંકડો ધરાવે છે. આ ટીમો પાસે 10-10 પોઈન્ટ્સ છે. આ ટીમો પોઈન્ટ્સ ટેબલમાં નેટ રનરેટને આધારે એક બીજાની આગળ પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ આ ટીમો કરતા એક મેચ ઓછી રમી છે અને 2 પોઈન્ટ્સ પાછળ છે. આમ તે હવે પોતાની 9મી મેચ રમીને 2 આંક વધારી લેવામાં સફળ રહેતા જ તે પ્લેઓફની રેસને વધારે રસપ્રદ બનાવશે.

મુંબઈ ઈન્ડિયન્સ હવે બુધવારે જીત મેળવવા સાથે જ પ્લેઓફનુ ગણિત માથુ ખંજવાળવા સમાન બની જશે. આ પહેલા લખનૌ અને ચેન્નાઈની ટીમ એક બીજા સામે ટકરાશે. આમ ચેન્નાઈ અને લખનૌ પણ 10-10 પોઈન્ટ્સ ધરાવે છે. જ્યારે પંજાબ પાસે પણ 10 પોઈન્ટ્સ છે. આમ ચેન્નાઈ અને લખનૌ વચ્ચેની હાર જીત પણ ગણિત જબરદસ્ત બનાવી શકે છે. આમ લખનૌ, ચેન્નાઈ અને પંજાબ પાસે આજે છ પોઈન્ટ્સ મેળવવાનો મોકો છે, આ ત્રણેય ટીમ પોતાની 10મી મેચ સિઝનમાં રમશે.

IPL 2023 પોઈન્ટ્સ ટેબલ 
ક્રમ ટીમ મેચ જીત  હાર  NRR PTS
1 GT 9 6 3 0.532 12
2 RR 9 5 4 0.800 10
3 LSG 9 5 4 0.639 10
4 CSK 9 5 4 0.329 10
5 RCB 9 5 4 -0.447 10
6 PBKS 9 5 4 -0.510 10
7 MI 8 4 4 -0.502 8
8 KKR 9 3 6 -0.147 6
9 SRH 8 3 5 -0.577 6
10 DC 9 3 6 -0.768 6

આ પણ વાંચોઃ GT vs DC: હાર્દિક પંડ્યા 19 ઓવર મેદાને રહ્યો છતા ગુજરાતનો પરાજય, અંતિમ ઓવરમાં થઈ ગયો ‘ખેલ’

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">