IPL 2022 Points Table: પેટ કમિન્સના દમ પર કોલકાતા નાઈટ રાઈડર્સ ફરીથી નંબર-1 પોઝિશન પર, મુંબઈની હાલત ચેન્નાઈ થી કંગાળ

|

Apr 07, 2022 | 9:56 AM

IPL 2022 Points Table in Gujarati: કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં પહેલી ટીમ છે જેણે 3 મેચ જીતી છે. તે જ સમયે, 5 ટીમો હજુ પણ 4-4 પોઈન્ટ સાથે ઊભી છે.

IPL 2022 Points Table: પેટ કમિન્સના દમ પર કોલકાતા નાઈટ રાઈડર્સ ફરીથી નંબર-1 પોઝિશન પર, મુંબઈની હાલત ચેન્નાઈ થી કંગાળ
Pat Cummins એ KKR ને શાનદાર જીત અપાવી હતી

Follow us on

આઈપીએલ 2022 સીઝન (IPL 2022) ચોંકાવનારા પરિણામો સાથે શરૂ થઈ છે. આઘાતજનક કારણ કે IPL ઈતિહાસની બે સૌથી સફળ ટીમો, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, શરૂઆતની મેચમાં જ હારી ગઈ હતી. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે, કારણ કે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. પુણેમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ (KKR vs MI) ને 5 વિકેટે હરાવ્યું હતું. આ પરિણામની અસર IPL પોઈન્ટ્સ ટેબલ (IPL Points Table) પર પણ જોવા મળી હતી, જ્યાં KKR એ ફરીથી પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે આઠમા અને નવમા સ્થાન માટે ટક્કર ચાલી રહી છે.

વર્તમાન IPL સિઝનમાં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે અને મોટાભાગની ટીમોએ તેમની 3-3 મેચ રમી છે. જો કે, હજુ સુધી કોઈપણ ટીમ સંપૂર્ણ લીડ બનાવી શકી નથી. અત્યાર સુધીમાં 6 ટીમોએ ઓછામાં ઓછી બે મેચ જીતી છે અને તેઓ માત્ર નેટ રન રેટના કારણે એકબીજાથી પાછળ છે. એટલે કે આ વખતે પ્લેઓફ માટેની સ્પર્ધા ખૂબ જ કપરી બની રહી છે. ખાસ કરીને મુંબઈ અને ચેન્નાઈ જેવી ટીમોની નિષ્ફળતાને કારણે બાકીની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.

કમિન્સે કેકેઆરને શિખર પર રાખ્યુ

બુધવારે પેટ કમિન્સની સનસનાટીભર્યા ઇનિંગના આધારે KKRએ મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી જીત છીનવી લીધી હતી. કમિન્સે માત્ર 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા, જેમાં 16મી ઓવરમાં 35 રન સામેલ હતા, જેના આધારે તેણે મેચ ત્યાં જ ખતમ કરી નાખી. કમિન્સની આ ઈનિંગે KKRને માત્ર બે પોઈન્ટ જ નહીં અપાવ્યા પરંતુ ટીમનો નેટ રન રેટ પણ સારો થયો. હાલમાં, KKR 6 પોઈન્ટ અને NRR 1.102 સાથે પ્રથમ સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ, જે આ પહેલા સુધી પ્રથમ સ્થાને હતી, તે બીજા સ્થાને આવી ગઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતી કંગાળ

જો આપણે પોઈન્ટ ટેબલના તળિયેની વાત કરીએ, તો હજુ પણ છેલ્લી એટલે કે 10મા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ છે, જેણે તેમની પ્રથમ બંને મેચ હારી હતી અને સૌથી ખરાબ નેટ રન-રેટ ધરાવે છે. તે જ સમયે, ચેન્નાઈની જેમ મુંબઈને પણ સતત ત્રીજી હાર મળી હતી, પરંતુ આ મોટી હારે ટીમનો રનરેટ બગાડ્યો છે. મુંબઈનો NRR હવે -1.362 છે અને ટીમ નવમા સ્થાને સરકી ગઈ છે. આ સાથે જ ચેન્નાઈ એક સ્થાનના ફાયદો થવા સાથે આઠમા સ્થાને આવી ગઈ છે.

 

ક્રમ ટીમ મેચ જીત હાર પોઈન્ટ નેટ રન રેટ
1 કોલકાતા નાઇટ રાઇડર્સ 4 3 1 4 +1.102
2 રાજસ્થાન રોયલ્સ 3 2 1 4 +1.218
3 ગુજરાત ટાઇટન્સ 2 2 0 4 +0.495
4 પંજાબ કિંગ્સ 3 2 1 4 +0.238
5 લખનૌ સુપર જાયન્ટ્સ 3 2 1 4 +0.193
6 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3 2 1 4 -0.159
7 દિલ્હી કેપિટલ્સ 2 1 1 2 -0.065
8 ચેન્નાઇ સુપર કિંગ્સ 3 0 3 0 -1.251
9 મુંબઇ ઇન્ડિયન્સ 3 0 3 0 -1.362
10 સનરાઇઝર્સ હૈદરાબાદ 2 0 2 0 -1.825

 

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ સામે Pat Cummins એ બેટ વડે મચાવી દીધી ધમાલ, 14 બોલમાં અડધી સદી ફટકારી નોંધાવી દીધા વિક્રમ

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Published On - 9:51 am, Thu, 7 April 22

Next Article