IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી

|

Apr 29, 2022 | 9:35 AM

IPL 2022 Points Table in Gujarati: લીગની તમામ ટીમોએ ઓછામાં ઓછી 8 મેચ રમી છે અને 8 મેચમાંથી 14 પોઈન્ટ સાથે ગુજરાત ટાઇટન્સ હજુ પણ પ્રથમ સ્થાન ધરાવે છે.

IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી
DC vs KKR: દિલ્હીએ 4 વિકેટે કોલકાતાને હરાવ્યુ હતુ

Follow us on

ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) તેની ઝડપી ગતિના આધારે IPL 2022 ના પોઈન્ટ્સ ટેબલ (IPL Points Table) માં સારી સરસાઈ મેળવી લીધી છે, પરંતુ ટેબલની મધ્યમાં જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. ઘણી ટીમો સમાન પોઈન્ટ સાથે એકબીજાથી આગળ નીકળી જવા માટે સ્પર્ધા કરી રહી છે. ગુરુવારે 28 એપ્રિલે સિઝનની 41મી મેચ બાદ પણ આ જ સ્થિતિ રહી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં બીજી વખત કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR) ને હરાવીને ટેબલમાં તેમની સ્થિતિ સહેજ સુધારી છે. કોલકાતા સામે 4 વિકેટથી જીત મેળવતા દિલ્હીના 8 પોઈન્ટ છે અને તે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તે જ સમયે, સતત પાંચમી હારથી કોલકાતામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

KKR થી અલગ થઈને દિલ્હી પહોંચેલા કુલદીપ યાદવે ફરી એકવાર પોતાની જૂની ટીમની હારની સ્ક્રિપ્ટ લખી અને શ્રેયસ અય્યરની ટીમને 4 વિકેટ ઝડપીને મોટા સ્કોરથી રોકી દીધી. દિલ્હીને માત્ર 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, ટુકડે ટુકડે રમાયેલી ઇનિંગ્સના આધારે, ઋષભ પંતના બેટ્સમેનોએ 19મી ઓવરમાં ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડ્યો અને મૂલ્યવાન 2 પોઈન્ટ પોતાની ઝોળીમાં નાખ્યા.

પ્લેઓફ તરફ દિલ્હીનું મહત્વનું પગલું

આ જીત સાથે દિલ્હીના 8 મેચમાં 4 જીત સાથે કુલ 8 પોઈન્ટ થઈ ગયા છે અને તે સાતમા સ્થાનેથી પંજાબ કિંગ્સથી આગળ નીકળીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હી માટે સારી વાત એ છે કે તેમનો નેટ રન રેટ ઘણો ઊંચો છે અને આવી સ્થિતિમાં એક જીત તેમને સમાન પોઈન્ટ ધરાવતી અન્ય ટીમોથી ઉપર મૂકી શકે છે. આ જીત સાથે દિલ્હીએ પોતાની પ્લેઓફની આશાઓને થોડી વધુ મજબૂતી આપી છે. તેણે પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે બાકીની 6માંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. જ્યારે 16 પોઈન્ટ થાય છે ત્યારે પ્લેઓફમાં સ્થાન નક્કી કરવામાં આવે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

કોલકાતાની મુશ્કેલી વધી

બીજી તરફ, કોલકાતાની સતત પાંચમી હારે તેને મુશ્કેલીમાં ધકેલી દીધી છે. ટીમે 9 મેચ રમી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે માત્ર 3 જીત તેના હિસ્સામાં આવી છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં થોડા દિવસો પહેલા નંબર પર રહેલી આ ટીમ હવે ઘણા દિવસોથી આઠમાં નંબર પર છે. તેના માત્ર 6 પોઈન્ટ છે અને રન રેટ પણ ઘટી રહ્યો છે. જો કોલકાતા કોઈ રીતે પ્લેઓફમાં પહોંચવા માંગે છે તો તેણે બાકીની પાંચ મેચ જીતવી પડશે.

 

આ પણ વાંચો : Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 9:34 am, Fri, 29 April 22

Next Article