IPL 2022, Orange Cap: અભિષેક શર્મા પણ જોસ બટલરને ટક્કર આપવા રેસમાં, ગુજરાત સામેની ઈનીંગ વડે સામેલ

|

Apr 28, 2022 | 10:05 AM

IPL 2022 Orange Cap: ઓરેન્જ કેપ હાલમાં જોસ બટલરના માથા પર શોભે છે. જો કે, સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા (Abhishek Sharma) હવે તેની સાથે સ્પર્ધા કરનારાઓમાં સામેલ છે.

IPL 2022, Orange Cap: અભિષેક શર્મા પણ જોસ બટલરને ટક્કર આપવા રેસમાં, ગુજરાત સામેની ઈનીંગ વડે સામેલ
Abhishek Sharma શર્માએ શાનદાર ઈનીંગ Gujarat Titans સામે રમી હતી

Follow us on

IPL 2022 માં, ચાહકોને બુધવારે વધુ એક રોમાંચક મેચ જોવા મળી. આ મેચની ઓરેન્જ કેપ (IPL Orange Cap) પર પણ મોટી અસર જોવા મળી છે. ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) આ મેચના છેલ્લા બોલ પર રોમાંચક જીત મેળવીને સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ મેચ બાદ પ્રથમ હાર અપાવી હતી. રશીદ ખાને છેલ્લી ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને ઝડપી બોલર ઉમરાન મલિકના પાંચ ઝટકાથી વિચલિત થયા વિના ગુજરાત ટાઇટન્સને ઇન્ડિયન પ્રીમિયર લીગની રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે પાંચ વિકેટે ચમત્કારિક જીત અપાવી હતી. ઓરેન્જ કેપની રેસમાં હૈદરાબાદનો અભિષેક શર્મા હવે ટોપ ફાઈવમાં સામેલ થઈ ગયો છે.

આ મેચ હાઈ સ્કોરિંગ હતી અને બંને ટીમો તરફથી રન જોરદાર હતા. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 195 રન બનાવ્યા હતા, જ્યારે ગુજરાતની ટીમે છેલ્લા બોલે જઈને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જ્યારે રનનો વરસાદ પડી રહ્યો હતો, ત્યારે તે સ્પષ્ટ હતુ કે ઓરેન્જ કેપમાં ફેરફાર પણ નિશ્ચિત હશે. લીગની આ 40મી મેચ બાદ હૈદરાબાદના યુવા સ્ટાર અભિષેક શર્માએ મોટી છલાંગ લગાવી છે. તે જ સમયે, બટલરના માથા પર હજુ પણ કેપ શોભી રહી છે.

અભિષેકે લાંબો કૂદકો માર્યો

હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચે ઓરેન્જ કેપની રેસ ચોક્કસપણે બદલી નાખી, પરંતુ આ કેપ હજુ પણ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરના માથા પર શોભી રહી છે. બુધવારે રમાયેલી આ મેચમાં હૈદરાબાદના અભિષેક શર્માએ 42 બોલમાં 65 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા તે ઓરેન્જ કેપની યાદીમાં ટોપ 10માંથી પણ બહાર હતો પરંતુ હવે તે ટોપ 5માં પહોંચી ગયો છે. અભિષેકે 8 મેચમાં 285 રન બનાવ્યા છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચમાં માત્ર 10 રન બનાવ્યા હતા પરંતુ તે હજુ પણ પંજાબ કિંગ્સના શિખર ધવનને પછાડી ત્રીજા સ્થાન પર કબજો કરવામાં સફળ રહ્યો હતો. પંડ્યા બટલર અને કેએલ રાહુલ પછી ત્રીજા સ્થાને છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

ક્રમ બેટ્સમેન ટીમ રન
1 જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 499
2 કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સ 368
3 હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ 305
4 શિખર ધવન પંજાબ કિંગ્સ 302
5 અભિષેક શર્મા સનરાઈઝર્સ હૈદરાબાગ 285

ગયા વર્ષે ગાયકવાડના માથા પર ઓરેન્જ કેપ હતી.

ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. જોકે, આ સિઝનમાં તેની ટીમ અને તે બંને સંઘર્ષ કરી રહ્યાં છે. ગાયકવાડે 8 મેચમાં માત્ર 138 રન બનાવ્યા છે. તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી છે. છેલ્લી વખતે ગાયકવાડે તેના તત્કાલિન સાથી અને હવે RCB ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ કરતાં માત્ર બે રન વધુ બનાવીને આ કારકિર્દી બનાવી હતી. તેને ફાફ ડુ પ્લેસીસથી કઠિન મુકાબલો મળ્યો જેણે 633 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી.

આ પણ વાંચો : Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 9:57 am, Thu, 28 April 22

Next Article