
IPL ની આગામી સીઝનની તૈયારીઓ વચ્ચે ઓક્શન (હરાજી) ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, આ વર્ષે IPL ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં ગોવામાં કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ઓક્શનનું આયોજન ભારત બહાર થઈ રહ્યું હતું પરંતુ આ વખતે BCCI એ ભારતમાં જ ઓક્શન કરાવવાનો નિર્ણય લીધો છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, છેલ્લા 3 IPL ઓક્શન સાઉદી અરેબિયા, દુબઈ અને અબુ ધાબીમાં યોજાયા હતા પરંતુ આ વખતે ડિસેમ્બરમાં ગોવાને ઓક્શનની મેજબાની સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ ઓક્શન સાઉદી અરેબિયા, દુબઈ અને અબુ ધાબીમાં આયોજિત કર્યા પછી હવે અમે ડિસેમ્બર મહિનામાં ગોવામાં IPL ઓક્શન કરાવવા જઈ રહ્યા છીએ.
IPL ઓક્શન સિવાય સૈકિયાએ ઇન્ડિયા A મહિલા અને ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમો વચ્ચે રમાનારા મુકાબલાઓને લઈને પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ધર્મશાળામાં ખરાબ હવામાન અને સતત થઈ રહેલા વરસાદને કારણે આગામી T20 મેચોને મોહાલી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
#WATCH | Guwahati: BCCI Secretary Devajit Saikia said, “This year, after hosting the IPL auction in three foreign locations, Saudi Arabia, Dubai, and Abu Dhabi last year, we are going to host it in Goa in the month of December.”
On the India A Women vs Australia A Women multi-day fixture, he says, “We have recently shifted the upcoming T20 matches from Dharamshala to Mohali because the ongoing weather conditions in Dharamshala are not very conducive for cricket. A lot of rainfall has been taking place there. Because of this incessant rainfall in Dharamshala, we decided that the matches should be moved to Mohali to ensure cricket activities continue without any interference from the weather.”
He further says, “I congratulate the team, and it is not just about winning against the Japan men’s team yesterday. It represents a new breakthrough in friendship between India and Japan. This was possible because of the initiative taken by ICC Chairman Jay Shah in Edinburgh, where he directed me to sit with my Japanese counterpart to organize this match in Japan as a mark of friendship between the Indian Cricket Board and the Japan Cricket Board. This vision finally fructified with yesterday’s match. Great enthusiasm was on display, and this marks the beginning of a new era of friendship, development, and the spreading of cricket into new territories. I am certain that the response and enthusiasm shown by the Japanese people yesterday will definitely encourage the game of cricket to gain more popularity in Japan as well as its neighboring countries.”
— ANI (@ANI) September 23, 2026
સૈકિયાએ કહ્યું કે, અમે તાજેતરમાં ધર્મશાળામાં યોજાનારી આગામી T20 મેચોને મોહાલી શિફ્ટ કરી છે, કારણ કે ધર્મશાળામાં હાલની હવામાનની સ્થિતિ ક્રિકેટ માટે બહુ અનુકૂળ નથી. ત્યાં ઘણો વરસાદ થઈ રહ્યો છે. સતત વરસાદને કારણે અમે નિર્ણય લીધો કે, મેચોને મોહાલી લઈ જવામાં આવે; જેથી હવામાનના કારણે ક્રિકેટ પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ ન આવે.
દેવજીત સૈકિયાએ ભારત અને જાપાન વચ્ચે હાલમાં જ રમાયેલી ઐતિહાસિક T20 મેચને પણ બંને દેશોના ક્રિકેટ સંબંધોના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવી. તેમણે ભારતીય ટીમને અભિનંદન આપતા કહ્યું કે, આ મુકાબલો માત્ર જાપાન સામેની જીત પૂરતો સીમિત નથી પરંતુ બંને દેશો વચ્ચે ક્રિકેટના ક્ષેત્રમાં દોસ્તીના નવા યુગની શરૂઆત છે.
તેમણે જણાવ્યું કે, ICC ચેરમેન જય શાહની પહેલ પછી ભારત અને જાપાનના ક્રિકેટ બોર્ડે આ મુકાબલાના આયોજનની દિશામાં કામ કર્યું હતું. સૈકિયાના જણાવ્યા અનુસાર, એડિનબર્ગમાં જય શાહે તેમને તેમના જાપાની સમકક્ષ સાથે બેસીને જાપાનમાં આ મેચના આયોજનની દિશામાં કામ કરવા માટે કહ્યું હતું.
સૈકિયાએ કહ્યું કે, આ પહેલ હવે રંગ લાવી છે. તેમણે જાપાનમાં મેચ દરમિયાન દર્શકોના ઉત્સાહનો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી કે, તેનાથી ત્યાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં મદદ મળશે. તેમના મુજબ, આ મુકાબલો ભારત અને જાપાન વચ્ચે દોસ્તી, ક્રિકેટના વિકાસ અને આ રમતને નવા ક્ષેત્રો સુધી પહોંચાડવાની દિશામાં એક નવી શરૂઆત છે.