IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

|

Feb 09, 2022 | 3:48 PM

2014માં આઈપીએલની હરાજી કરનાર રિચર્ડ મેડલીએ તે વર્ષની હરાજીનો એક કિસ્સો શેર કર્યો છે, જેમાં વિજય માલ્યા મૂંઝવણમાં હતો.

IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી
Yuvraj Singh ને 2014 માં RCB એ ખરિદ્યો હતો

Follow us on

આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ બે દિવસ માટે આ ઓક્શન યોજાશે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આઈપીએલ ઓક્શન હંમેશાથી રસપ્રદ રહ્યુ છે. ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો. IPLમાં હરાજી કરનાર વ્યક્તિએ આ હરાજી સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. આ 2014ના ઓક્શનની આ વાત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ને પોતાની સાથે જોડ્યો હતો. આ હરાજીનું આયોજન કરનાર વ્યક્તિ રિચર્ડ મેડલે (Richard Medley) હતા. મેડલેએ કહ્યું કે ટીમના માલિક વિજય માલ્યા યુવરાજને ખરીદવાને લઈને ગુસ્સે થઈ ગયા.

આરસીબીનો પ્રયાસ એ હરાજીમાં યુવરાજને તેમની સાથે લાવવાનો હતો અને તેથી તેઓ તેના માટે લડ્યા. આરસીબીએ યુવરાજ માટે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ જેવી જ મેડલે આ બિડ પર પોતાની અંતિમ મહોર લગાવવા જઈ રહ્યા હતા, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે કૂદી પડી હતી અને તેથી મેડલેએ KKRને બિડ કરવી પડી હતી કારણ કે તેમની બિડ વધુ હતી. આ મામલે માલ્યા અને તેની ટીમ સામે સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી

મેડલેએ જણાવ્યું કે હરાજી મૂંઝવણ પછી ફરી શરૂ કરવામાં આવી હતી અને યુવરાજને આરસીબીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મેડલેએ ભારતીય ટીમના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “મેં રૂમની આસપાસ જોયું કે બિડ ફાઇનલ હતી (તે સમયે બોલી 10 કરોડની હતી). મેં આજુબાજુ સારી રીતે જોયું અને કોઈ બોલી લગાવી રહ્યુ નહોતુ. હું હેમર નીચે લાવવાનો હતો, ત્યાં જ અવાજ આવ્યો કે હું બોલી લગાવી રહ્યો છું. ત્યાં KKR તરફથી આ અવાજ આવ્યો હતો. મેડલેએ જણાવ્યું કે જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે માલ્યાએ ખૂબ જ જોરથી બૂમો પાડી, ‘આ ખેલાડી મારો છે.’ જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે યુવરાજને 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આવી હતી યુવરાજની કારકિર્દી

આઈપીએલમાં, યુવરાજે કુલ 132 મેચ રમી અને 2,750 રન બનાવ્યા અને સાથે જ 36 વિકેટ પણ લીધી. યુવરાજે કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. તે ટીમનો કેપ્ટન હતો. આ પછી તે બીજી ઘણી ફ્રેન્ચાઈઝીમાં પણ રમ્યો.

યુવરાજને 2014માં RCBમાં 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો, તેણે આ સિઝનમાં ટીમ માટે 14 મેચ રમી અને 376 રન બનાવ્યા. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તે પાંચ વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. આ પછી 2015માં તેને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

 

આ પણ વાંચોઃ IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી ‘ખતમ’, શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક

Published On - 3:44 pm, Wed, 9 February 22

Next Article