Breaking News : SRH ને સૌથી મોટી ખોટ, IPL 2026 અધવચ્ચે જ છોડીને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા, ક્યારે પરત ફરશે?

પેટ કમિન્સ પીઠની ઈજાના મૂલ્યાંકન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરતા SRH ની ચિંતા વધી છે. IPL 2026 માં તેઓ પ્રથમ બે મેચ ચૂકી ગયા હતા અને હવે વધુ મેચો ગુમાવી શકે છે.

Breaking News : SRH ને સૌથી મોટી ખોટ, IPL 2026 અધવચ્ચે જ છોડીને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા, ક્યારે પરત ફરશે?
| Updated on: Apr 04, 2026 | 5:19 PM

ભારતીય પ્રીમિયર લીગ (Indian Premier League) 2026 દરમિયાન Pat Cummins અચાનક ઓસ્ટ્રેલિયા પરત ફરતા Sunrisers Hyderabad માટે ચિંતા વધારી દીધી છે. SRHના નિયમિત કેપ્ટન કમિન્સ સીઝન શરૂ થાય તે પહેલાં ટીમ સાથે જોડાયા હતા, પરંતુ ઈજાને કારણે તેઓ પ્રથમ બે મેચોમાં રમી શક્યા નહોતા. આ દરમિયાન તેઓ માત્ર નેટમાં બોલિંગ કરતા જોવા મળ્યા હતા.

હાલમાં મળેલી માહિતી મુજબ, કમિન્સ પોતાની પીઠની ઈજાનું મૂલ્યાંકન કરાવવા ઓસ્ટ્રેલિયા પરત ગયા છે. ESPN-Cricinfoના અહેવાલ પ્રમાણે, તેઓ ત્યાં અંતિમ સ્કેન કરાવશે અને રિપોર્ટ અનુકૂળ આવે તો તેઓ એપ્રિલના ત્રીજા અઠવાડિયા પછી ટીમમાં જોડાઈ શકે છે. સંભાવના છે કે તેઓ 17 એપ્રિલ આસપાસ પાછા ફરે.

ઈજાએ તેમને 2026ના T20 વર્લ્ડ કપમાંથી પણ દૂર રાખ્યા

કમિન્સ છેલ્લા લગભગ એક વર્ષથી પીઠની સમસ્યાથી પરેશાન છે. આ ઈજાના કારણે તેઓ જુલાઈ 2025 બાદ ખૂબ ઓછા ક્રિકેટમાં જોવા મળ્યા છે. તેમણે એશિઝ દરમિયાન માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી અને ત્યારબાદ ટીમમાંથી બહાર થઈ ગયા હતા. આ ઈજાએ તેમને 2026ના T20 વર્લ્ડ કપમાંથી પણ દૂર રાખ્યા.

કમિન્સની ગેરહાજરીમાં, ટીમનું નેતૃત્વ હાલમાં Ishan Kishan સંભાળી રહ્યા છે. તેમ છતાં, તેમની ગેરહાજરી SRHની બોલિંગ લાઇનઅપ પર અસર કરી રહી છે. ટીમે છેલ્લી મેચમાં જીત મેળવી હતી, પરંતુ મજબૂત બેટિંગ ધરાવતી ટીમો સામે સંઘર્ષ દેખાયો હતો.

હાલની સ્થિતિ મુજબ, કમિન્સ ઓછામાં ઓછી ચાર મેચ ચૂકી શકે છે. જો બધું આયોજન મુજબ ચાલે, તો તેઓ 21 એપ્રિલે Delhi Capitals સામેની મેચમાં મેદાનમાં વાપસી કરી શકે છે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા થયો બહાર

Published On - 5:03 pm, Sat, 4 April 26

Follow Us