IPL 2025 : પંજાબ કિંગ્સના અનકેપ્ડ ખેલાડીએ 500 રન ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ

ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સસમે કારમી હાર થઈ હતી. પંજાબ કિંગ્સનો કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યો નહીં. પંજાબ કિંગ્સનો ઓપનર પ્રભસિમરન સિંહ પણ ફક્ત 18 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેની ટૂંકી ઈનિંગ દરમિયાન તે એક મોટો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો હતો.

IPL 2025 : પંજાબ કિંગ્સના અનકેપ્ડ ખેલાડીએ 500 રન ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ
Prabhsimran Singh
Image Credit source: PTI
| Updated on: May 29, 2025 | 10:49 PM

પ્રભસિમરન સિંહે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રભસિમરન હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શક્યો નથી, પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી ઘણા મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. જોકે, ક્વોલિફાયર-1 મેચમાં પ્રભસિમરન સિંહ કઈં ખાસ કરી શક્યો નહીં અને RCB સામે ફક્ત 18 રન જ બનાવી આઉટ થયો. પ્રભસિમરન સારું પ્રદર્શન કરી શક્યો નહીં પણ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. પ્રભસિમરન સિંહ આ ટુર્નામેન્ટમાં 500 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

પ્રભસિમરનના IPL 2025માં 500 રન

પ્રભસિમરન સિંહે IPL 2025માં 15 મેચમાં 34.47ની સરેરાશથી 517 રન બનાવ્યા છે. પ્રભસિમરનનો સ્ટ્રાઈક રેટ 166થી વધુનો રહ્યો છે. તેણે ચાર અડધી સદી પણ ફટકારી છે. પ્રભસિમરન સિંહ પંજાબ કિંગ્સનો પ્રથમ ભારતીય અનકેપ્ડ ખેલાડી છે જેમણે IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે. શોન માર્શે 2008માં પંજાબ કિંગ્સ માટે આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે તે અનકેપ્ડ ખેલાડી પણ હતો પરંતુ તે વિદેશી ખેલાડી હતો.

 

અનકેપ્ડ ખેલાડીઓએ કમાલ કરી

અત્યાર સુધીમાં, કુલ 6 અનકેપ્ડ ખેલાડીઓએ IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. 2008માં શોન માર્શ, 2018માં સૂર્યકુમાર યાદવ, 2020માં ઈશાન કિશન, 2023માં યશસ્વી જયસ્વાલ 2024 માં રિયાન પરાગ અને હવે 2025માં પ્રભસિમરને આ કારનામું કરી બતાવ્યું છે.

પંજાબની હાલત ખરાબ

પ્રભસિમરન સિંહે રેકોર્ડ તો બનાવ્યો પણ તેના આઉટ થયા પછી પંજાબની હાલત વધુ ખરાબ થઈ ગઈ. આ ટીમે માત્ર 60 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી અને માત્ર 101 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. RCBના ઝડપી બોલરોએ પંજાબને હચમચાવી નાખ્યું. ભુવનેશ્વર કુમારે એક, યશ દયાલે બે, જોશ હેઝલવુડે અને સુયશ શર્માએ 3-3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Breaking News : પંજાબ કિંગ્સને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025ની ફાઈનલમાં પહોંચ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:49 pm, Thu, 29 May 25