
આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 8 માંથી 5 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે પરંતુ સોમવારના રોજ દિલ્હી કેપિટલ્સ સામે એક મોટો ચેલેન્જ હશે. જેના માટી આખી ટીમ મેદાનમાં પરસેવો પાડી રહી છે. પોતાના ખેલાડીઓના મનોબળને વધારવા માટે શાહરુખ ખાનનો દિકરો અબરામ સાથે ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સોમવારના રોજ દિલ્હી કેપિટ્લસ વિરુદ્ધ ઈર્ડન ગાર્ડન્સમાં એક મહત્વની મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેવા માટે તેમણે દિલ્હીને હાર આપવી જરુરી છે. મેચ પહેલા કોલકાતાના ખેલાડીઓએ ખુબ પરસેવો પાડ્યો હતો.
જેમાં પોતાની ટીમને સાથ આપવા માટે બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનના દિકરા અબરામની સાથે પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક શાનદાર નજારો જોવા મળ્યો હતો. આઈપીએલ 2024માં કિંગ ખાનના દિકરાએ પહેલી વખત બોલિંગ દેખાડી છે.
Straight from the ground: Shah Rukh Khan showing his batting skills.. #ShahRukhKhan pic.twitter.com/9F1dNetMbs
— ℣αɱριя౯ 2.1.0 (@Revamped_SRKC) April 28, 2024
પ્રેક્ટિસ સેશન દરમિયાન શાહરુખ ખાનના સૌથી નાના દિકરા અબરામ રિંકુ સિંહ સાથે રમતો જોવા મળ્યો હતો. કેકેઆરના ફિનિશરની સામે તેમણે બોલિંગ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિંકુ સિંહ બેટિંગ કરતો જોવા મળ્યો હતો.કેકેઆરના ફિનિશર શાહરુખના દિકરાની એક બોલ પણ રમી શક્યો નથીસોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ ચાહકો અબરામને કેકેઆર તરફથી ડેબ્યુ કરાવવાની માંગ કરી રહ્યા છે.
EXCLUSIVE: Priceless Moment!
AbRam bowling Rinku Singh ♥️#ShahRukhKhan #AmiKKR pic.twitter.com/P1mbgmzW8j— ℣αɱριя౯ 2.1.0 (@Revamped_SRKC) April 28, 2024
ચાહકે કહ્યું શાહરુખનો દિકરો સુનીલ નરેનને પણ ટક્કર આપીશકે છે. તેને પ્લેઈંગ 11માં સામેલ કરો.કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રેક્ટિસ સેશન દરમિયાન શાહરુખ ખાન પણ રમતો જોવા મળ્યો હતો.લોકોએ કહ્યું તેને ઈમ્પેક્ટ ખેલાડી તરીકે સ્થાન મળવું જોયે
તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોતાની છેલ્લી મેચમાં 261 રન બનાવ્યા છતાં હાર મળી હતી. પંજાબ કિંગ્સે પહાડ જેવો લક્ષ્ય 19મી ઓવરમાં 8 વિકેટ ગુમાવી કરી લીધો હતો. હાલમાં કેકેઆરની ટીમ 8 મેચમાં 5 જીત સાથે બીજા નંબર પર છે પરંતુ દિલ્હી વિરુદ્ધ હાર મળશે તો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનથી નીચે ચોથા સ્થાને આવી જશે.
આ પણ વાંચો : IPL 2024 : પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ધોનીની ટીમે ટોપ 4માં મારી એન્ટ્રી