આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હોમ ટીમ રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે મુંબઈ સાતમા સ્થાને છે. આજની મેચમાં બંને ટીમો જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા અને પ્લેઓફની રેસમાં આગળ વધવા પ્રયાસ કરશે.
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
યશસ્વી જયસ્વાલે જોરદાર બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, યશસ્વી જયસ્વાલ-સંજુ સેમસનની ફટકાબાજી
રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આ સિઝનમાં ફોરમ એક વાર ફરી હાંસલ કરતા મુંબઈ સામે મજબૂત ફિફ્ટી ફટકારી હતી. તેને જોરદાર સિક્સર ફટકારી હવે ફટકાબાજી શરૂ કરી છે.
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, જોસ બટલર 35 રન બનાવી થયો આઉટ, પિયુષ ચાવલાએ લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં વરસાદે દસ્તક આપી છે. જયપુરમાં હળવા ઝરમર ઝરમર વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી છે.
જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બંને મુંબઈના બોલરોને ખરાબ રીતે માત આપી રહ્યા છે. જયસ્વાલે 18 બોલમાં 31 અને બટલરે 28 રન બનાવ્યા છે. છ ઓવર પછી ટીમનો સ્કોર 61/0 છે. રાજસ્થાનને જીતવા માટે 84 બોલમાં 119 રનની જરૂર છે.
રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત કરી છે. જયસ્વાલ પાંચ રન અને જોસ બટલર 14 રન બનાવીને અણનમ છે. ત્રણ ઓવર પછી ટીમનો સ્કોર 19/0 છે.
મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સને જીતવા 180 રનનો આપ્યો ટાર્ગેટ, તિલક વર્માની ફિફ્ટી, સંદીપ શર્માની પાંચ વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને નવમો ઝટકો, ટીમ ડેવિડ થયો આઉટ, સંદીપ શર્માએ બેપાંચ વિકેટ પૂરી કરી
મુંબઈ ઈન્ડિયન્સને આઠમો ઝટકો, ગેરાલ્ડ કોએત્ઝી 0 પર થયો આઉટ, સંદીપ શર્માએ બે બોલમાં બે વિકેટ ઝડપી
મુંબઈ ઈન્ડિયન્સને સાતમો ઝટકો, તિલક વર્મા 65 રન બનાવી થયો આઉટ, સંદીપ શર્માએ લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડયા 10 રન બનાવી થયો આઉટ, અવેશ ખાને લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને પાંચમો ઝટકો, નેહલ વાઢેરા 49 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી વિકેટ, હાર્દિક પંડયા ક્રિઝ પર આવ્યો
તિલક વર્માએ સિક્સર ફટકારી ફિફ્ટી પૂરી કરી, નેહલ વાઢેરાએ શરૂ કરી ફટકાબાજી, તિલક વર્માના IPL માં 1 હજાર રન પૂર્ણ
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 ને પાર, તિલક વર્મા-નેહલ વાઢેરાએ શરૂ કરી ફટકાબાજી, નેહલ વાઢેરાએ એક હાથે ફટકારી જોરદાર સિક્સર
મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, મોહમ્મદ નબી 23 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે લીધી વિકેટ
યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, IPLમાં 200 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો
પાવરપ્લે બાદ મુંબઈનો સ્કોર 45/3, નબી અને તિલક વર્માએ સંભાળી બાજી, નબીએ આવેશ ખાનની ઓવરમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 10 પર થયો આઉટ, સંદીપ શર્માએ લીધી બીજી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, ઈશાન કિશન 0 પર થયો આઉટ, સંદીપ શર્માએ લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, રોહિત શર્મા 6 રન બનાવી થયો આઉટ, બોલ્ટે લીધી વિકેટ, રોહિત દમદાર સિક્સર ફટકાર્યાના બીજા જ બોલ પર થયો કેચ આઉટ
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોટજિયા, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ.
રાજસ્થાને કુલદીપ સેનની જગ્યાએ સંદીપ શર્માને તક આપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં પિયુષ ચાવલા, નેહલ વાઢેરા, નુઆન તુશારાને તક મળી છે.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર, રાજસ્થાન રોયલ્સે એક ફેરફાર કર્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 38માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. સંજુ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ હોમ ગ્રાઉન્ડ પર પહેલા બોલિંગ કરશે.
Published On - 7:10 pm, Mon, 22 April 24