આઈપીએલમાં 11 મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ખુબ રસપ્રદ રહી છે. બોલર અને બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની 11મી મેચ રમાય હતી. ત્યારબાદ ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ -5 ખેલાડીઓમાં શિખર ધવન અને નિકોલસ પુરને પોતાનું સ્થાન બનાવી લીધું છે. પંજાબના કેપ્ટન શિખર ધવને લખનૌ વિરુદ્ધ 199 રનનો લક્ષ્યનો પીછો કરતા 70 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.
લખનૌના નિકોલસ પુરને પંજાબ વિરુદ્ધ પહેલી ઈનિગ્સમાં 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ગબ્બરની આ ઈનિગ્સની સાથે આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ત્રીજા તો નિકોલસ પુરન 5માં સ્થાને પહોંચી ગયો છે.શિખર ધવનના નામે આઈપીએલમાં 3 ઈનિગ્સમાં 137 રન છે. તો નિકોલસનના બેટમાંથી 2 મેચમાં 106 રન બનાવી ચૂક્યો છે. ઓરેન્જ કેપની રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 181 રનની સાથે ટોપ પર છે. તો ટોપ-5 બેટ્સમેનના લીસ્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન બીજા તો રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ ચોથા સ્થાન પર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના મુસ્તફિઝર રહમાન પાસેથી હજુ સુધી કોઈ પર્પલ કેપ લઈ શક્યું નથી. સીએસકેના આ ફાસ્ટ બોલરે 2 મેચમાં 6 વિકેટ લઈ આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરના લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં ટોપ -5માં એક માત્ર ભારતીય કેકેઆરનો હર્ષિત રાણા છે. આ ફાસ્ટ બોલરે 2 મેચમાં 5 વિકેટ લીધી છે. તો ટોપ-5માં સામેલ થનારા ફાસ્ટ બોલરમાં કાગિસા રબાડા, સૈમ કરન અને આંર્દ રસેલ છે.
IPL 2024 ની પર્પલ કેપની રેસમાં, હર્ષિત એકમાત્ર લાખપતિ બોલર છે જે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપ 5 યાદીમાં સામેલ છે.ધોનીના ખેલાડીઓ હાલમાં પર્પલ કેપની રેસમાં ટોચના સ્થાને છે. ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પ્રથમ 2 મેચમાં CSK માટે 6 વિકેટ લીધી છે.
આ પણ વાંચો : IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ, અહિ જોઈ શકાશે લાઈવ મેચ