ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 16મી મેચ આજે રમાશે. દિલ્હી કેપિટ્લ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની મેચ ખુબ જ રોમાંચક હશે કારણ કે, બંન્ને ટીમે છેલ્લી મેચમાં જીત મેળવી લીધી છે. આઈપીએલમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહે. આ પહેલા તમે જાણી લો કે, તમે દિલ્હી અને કોલકત્તાની લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની આઈપીએલ 2024ની 16મી મેચ આજે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડોક્ટર વાઈ એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીએસએ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07 : 30કલાકે રમાશે. જ્યારે ટોસ 7 વાગ્યે થશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળશે.
IIPL 2024માં આજે 16મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ – કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર, કોની થશે જીત?#DelhiCapitals #kolkataknightriders #DCvsKKR #KKRvsDC #IPL #IPL2024 #Cricket #TV9News pic.twitter.com/Dru6eNx7l4
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2024
દિલ્હી કેપિટ્લ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની લીગ મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકશો. જ્યાં તમે હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં કોમેન્ટ્રી સાંભળવા મળશે. તેમજ તમે લાઈવ સ્ટ્રીમિંગનો આનંદજિયોસિનેમા એપ પર બિલકુલ ફ્રીમાં જોઈ શકો છો. તમને અહિ ગુજરાતીમાં કોમેન્ટ્રી સાંભળવા મળશે.
Gameday vibes in Vizag! pic.twitter.com/asEQJDb9xq
— KolkataKnightRiders (@KKRiders) April 3, 2024
આ સિવાય અલગ-અલગ કેમેરા એન્ગલ દ્વારા તમે લાઈવ સ્ટ્રીમિંગની મજા માણી શકો છો. આ સાથે આઈપીએલ સહિત રમતગમતના સમાચાર તમે ટીવી 9 ગુજરાતીની વેબ સાઈટ પરથી વાંચી શકો છો.દિલ્હી અને કોલકત્તા વચ્ચે આઈપીએલમાં અત્યારસુધી 32 મેચ રમાઈ છે. જેમાં દિલ્હીએ 15 મેચમાં જીત મેળવી છે. જ્યારે 16 મેચમાં જીત સાથે કોલકત્તાનું પલડું ભારે છે. હવે આજે જોવાનું રહેશે કે, આજેની મેચમાં દિલ્હી જીત મેળવે છે કે શું. આજની મેચમાં મોટી ટકકર થશે. રિષભ પંતની ટીમ બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો : CSKને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બોલરે અચાનક છોડી આઈપીએલ 2024