
વિરાટ કોહલી અસલી રંગમાં IPL 2023 ની શરુઆતમાં જ જોવા મળ્યો છે. બેંગ્લોર માટે આ એક સારુ પાસુ છે કે, હવે તેનો સ્ટાર ખેલાડી પૂરા રંગમાં ખિલ્યો છે. સિઝનની પ્રથમ મેચમાં જ તેણે શાનદાર રમત દર્શાવીને બેંગ્લોરને માટે સિઝન સારી રહેવાના સંકેત આપ્યા છે. કોહલીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે અડધી સદી ફટકારીને અણનમ ઈનીંગ સિઝનમાં પોતાની પ્રથમ મેચમાં રમી હતી. રોયલ ચેલેનજર્સ બેંગ્લોરેન કોહલીએ મુંબઈ સામે સિઝનની પ્રથમ જીતની ભેટ છગ્ગા વડે આપી હતી. આ છગ્ગા સાથે જ એક પળ આ ખાસ દિવસે સૌને યાદ આવી ગઈ હતી. ધોનીએ વન ડે વિશ્વકપમાં આવી જ અદાથી છગ્ગો જમાવીને જીત મેળવી ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યુ હતુ.
ભારતને ચેમ્પિયન બન્યાને 12 વર્ષ થયા છે. જે દિવસની એનિવર્સરી હતી અને એજ સમયે કોહલીએ છગ્ગો જમાવી પળને તાજી કરાવી હતી. ધોનીએ વિશ્વકપની ફાઈનલ મેચમાં છગ્ગો લગાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યુ હતુ. બેંગ્લોરને સિઝનમાં પોતાની પ્રથમ મેચમાં મળેલી જીત ફાઈનલમાં મળનારી જીતથી સહેજે કમ નથી. કારણ કે હોમગ્રાઉન્ડ હતુ અને સિઝનની પ્રથમ જીતનો ઉત્સાહ ટીમને સિઝનમાં પોતાના ઈરાદા પાર પાડવામાં મદદ પૂરી પાડશે.
17મી ઓવર લઈને અરશદ ખાન આવ્યો હતો. તેના બીજા બોલ પર વિરાટ કોહલીએ લોંગ ઓન પર વિશાળ છગ્ગો જમાવ્યો હતો. આ સિક્સ સાથે જ વિશ્વકપ એનિવર્સરીની યાજ તાજી થઈ હતી. વાનખેડેમાં ભારતે શ્રીલંકાને 2 એપ્રિલ 2011માં હરાવ્યુ હતુ. ધોનીએ વિજયી છગ્ગો ફટકાર્યો હતો. ધોનીનો એ છગ્ગો અલગ જ અંદાજ અને ઓળખ બન્યો હતો. કોહલીના આ છગ્ગામાં તેનવી ઝલક જોવા મળી હતી.
VIRAAAATTTT KOHHLLIII FINISHES OFF IN STYLE. @imVkohli #RCBvsMI | #MIvsRCB#ViratKohli #TATAIPL2023 #TATAIPL pic.twitter.com/eZlA7NCZrN
— Raja Gurjar (@Raja_Gurjar921) April 2, 2023
બેંગ્લોર સામે મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 172 રનનુ લક્ષ્ય 7 વિકેટના નુક્શાન પર રાખ્યુ હતુ. જેના જવાબમાં બેંગ્લોરે ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની જોડીએ ઓપનિંગમાં આવીને 148 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. બેંગ્લોરે 17મી ઓવરમાં જ 8 વિકેટથી વિજય હાંસલ કર્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…