રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની આઇપીએલ 2023 સીઝનની મેચ આઈપીએલના ઈતિહાસની 1000મી મેચ હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મુંબઇના વાનખેડેમાં ઐતિહાસિક લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો. વાનખેડેમાં સૌપ્રથમ વખત આઈપીએલમાં 200 કે તેથી વધુનો સ્કોર ચેઝ થયો હતો. આ સિવાય પણ આ મેચ યશસ્વી જયસ્વાલની સદી, સૂર્યકુમાર યાદવની તોફાની ફિફટી અને અંતિમ ઓવરમાં ટીમ ડેવિડે ફટકારેલી 3 સળંગ સિક્સ માટે યાદ રાખવામાં આવશે પણ આ બધા વચ્ચે રાજસ્થાનના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ સૂર્યકુમાર યાદવનો શાનદાર કેચ પકડયો હતો.
29 વર્ષિય સંદીપ શર્મા આ સીઝનમાં ધોનીને અંતિમ ઓવરમાં સિક્સ મારવાથી રોકવા માટે ચર્ચામાં આવ્યો હતો. તેણે ધોની સામે તેના યોર્કર બોલ નાખીને રાજસ્થાનને મહત્વપૂર્ણ જીત અપાવી હતી. તેણે મુંબઇ સામે બોલિંગ કરતા 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી પણ આ સિવાય તેણે ફિલ્ડીંગમાં રાજસ્થાનને એક મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. તેણે શોર્ટ ફાઇન લેગ પર પાછળ દોડતા મુંબઇના તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યોદવનો શાનદાર કેચ પકડયો હતો જેનાથી રાજસ્થાને મેચમાં કમબેક પણ કર્યું હતું
WHAT. A. CATCH! 🤯
Spectacular effort from Sandeep Sharma to get the wicket of Suryakumar Yadav 👏🏻👏🏻#MI need 43 off 18.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/0PVyi5z7SB
— IndianPremierLeague (@IPL) April 30, 2023
મેચની બીજી ઇનિંગની 16મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ પર સૂર્યકુમાર યાદવે પોતાના અંદાજમાં ફાઇન લેગ તરફ હવામાં શોટ માર્યો હતો પણ શોટ ફાઇન લેગ પર ઊભા સંદીપ શર્માએ 19 મીટર પાછળ દોડીને ડાઇવ મારી શાનદાર કેચ કર્યો હતો. આ કેચ સાથે સંદીપ શર્માએ ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને દક્ષિણ આફ્રિકાના જોન્ટી રોડ્સની યાદ અપાવી હતી. કપિલ દેવે 1983માં ફાઈનલમાં આવી જ શાનદાર ફિલ્ડીંગ કરી કેચ પકડયો હતો. એ કેચ ભારતીય ક્રિકેટના તમામ ફેન્સને યાદ છે. કોમેન્ટેટરે સંદીપ શર્માના આ કેચને આ સીઝનનો સૌથી બેસ્ટ કેચ પણ ગણાવ્યો હતો.
આ પણ વાંચો : IPL 2023: 22 વર્ષના રવિ બિશ્નોઈએ ફિલ્ડીંગમાં દેખાડી સ્ફૂર્તિ, ફિલ્ડીંગ જોઇને બધા ચોંકી ગયા, જુઓ Video
અંતિમ ઓવરમાં મુંબઇને જીત માટે 17 રનની જરૂર હતી. રાજસ્થાન તરફથી હોલ્ડર બોલિંગ કરી રહ્યો હતો તો મુંબઈ તરફથી સ્ટ્રાઈક પર ટીમ ડેવિડ હતો. ડેવિડે હોલ્ડરની બોલિંગ પર સતત બોલમાં ત્રણ સિક્સ મારીને મુંબઇને શાનદાર જીત અપાવી હતી. વાનખેડેમાં આ જ સુધી ક્યારેય 200 કે તેથી વધુનો સ્કોર ચેઝ થયો નથી. આ પેહલા 2019 માં મુંબઇએ પંજાબ સામે 198 રન ચેઝ કર્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…