રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે સાંજે દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદીની ઇનિંગ રમત સાથે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં સ્થાન મેળવી લીધું છે. કોહલીની આ સિઝનમાં આ ત્રીજી અડધી સદી છે અને તે 214 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. દિવસની બીજી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડે 2 વિકેટ લઈને યુઝવેન્દ્ર ચહલ પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી. તેના નામે હવે IPL 2023માં સૌથી વધુ 11 વિકેટ છે.
આ પણ વાંચો : IPL 2023 Points Table: અમદાવાદમાં રાજસ્થાનને પછાડતા જ ગુજરાત ટાઈટન્સ ફરી નંબર-1 બનશે! મુંબઈની હાલત ખરાબ!
સૌથી પહેલા હવે ચાલો IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન પર નજર કરીએ. શિખર ધવન લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચ ન રમવા છતાં આ યાદીમાં ટોચ પર છે. ધવનને છેલ્લી મેચમાં ઈજા થઈ હતી જેના કારણે તે લખનૌ સામે રમી શક્યો ન હતો. તેના સ્થાને સેમ કુરન પંજાબની કેપ્ટનશીપ કરી હતી. આ લિસ્ટમાં શિખર ધવન અને વિરાટ કોહલી ઉપરાંત ડેવિડ વોર્નર, જોસ બટલર અને ઋતુરાજ ગાયકવાડ જેવા બેટ્સમેન લિસ્ટમાં છે.
આ પણ વાંચો : GT vs RR : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર, જાણો કોનું પલડું ભારે?
હવે વાત કરીએ ટોપ-5 બોલરોની જેમણે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે. માર્ક વુડ 11 વિકેટ સાથે ટોચ પર છે, જ્યારે ચહલની આ સિઝનમાં 10 વિકેટ છે. આ બે સ્ટાર બોલરો સિવાય આ લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સનો રાશિદ ખાન, લખનૌ સુપર જાયન્ટ્સનો રવિ બિશ્નોઈ અને પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો