Highest Strike Rate in IPL 2023: માહીનો માર સૌથી ઘાતક, સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી બનાવી રહ્યો છે રન

Highest Strike Rate in IPL 2023: આઇપીએલની હાલની સીઝનમાં યુવાઓની તોફાની બેટીંગ વધુ ચર્ચામાં રહી છે. પણ આ બધા યુવા ક્રિકેટરો વચ્ચે એક દિગ્ગજ ક્રિકેટર બધાને પાછળ છોડી રહ્યો છે. નામ છે એમએસ ધોની. ધોનીના નેતૃત્વમાં CSKએ 9 માંથી 5 મેચ જીતી છે.

Highest Strike Rate in IPL 2023: માહીનો માર સૌથી ઘાતક, સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી બનાવી રહ્યો છે રન
MS Dhoni strike rate of 200 plus in IPL 2023
| Edited By: | Updated on: May 03, 2023 | 6:23 PM

આઇપીએલ 2023ની અડધી સીઝન સમાપ્ત થઇ ગઇ છે. આ સીઝન દરમિયાન ઘણી તોફાની ઇનિંગ જોવા મળી છે. રિંકુ સિંહે અંતિમ ઓવરમાં ફટકારેલી 5 સિક્સ હોય કે પછી યશસ્વી જાયસ્વાલ અને વૈંકટેશ ઐય્યરની સદી હોય. એમા કોઇ સંદેહ નથી કે આઇપીએલની હાલની સીઝનમાં યુવા ક્રિકેટરોની ઇનિંગની ચર્ચા વધુ થઇ છે. પણ આ યુવાઓ વચ્ચે એક લેજેન્ડરી ક્રિકેટર પણ પોતાની અસર આઇપીએલની આ સીઝનમાં દેખાડી રહ્યો છે. નામ છે એમએસ ધોની. 41 વર્ષીય ધોની આઇપીએલ 2023માં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગમાં ધમાલ મચાવી રહ્યો છે.

ટી20માં સ્ટ્રાઇક રેટનું મહત્વ

ક્રિકેટનું કોઇ પણ ફોર્મેટ હોય. જો તમે મેચ લાઇવ નથી જોઇ તો એ જ પ્રશ્ન કરશો કે કઇ ટીમની જીત થઇ. કોણે સૌથી વધુ રન બનાવ્યા કે કોણે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. પણ આઇપીએલ 2023 ની સીઝન ક્રિકેટને લઇને આ વાતને ઘણા હદ સુધી બદલી રહી છે. કારણ કે ઘણી વખત રનથી વધુ મહત્વ આ વાતને આપવામાં આવે છે કે રન કેવી રીતે બન્યા. જેમ કે કોઇ બેટ્સમેને 50 બોલમાં 70 રન બનાવ્યા હોય અને બીજા બેટ્સમેને 20 બોલમાં 50 રન બનાવ્યા હોય તો મેચ પર બીજા બેટ્સમેનનો પ્રભાવ વધુ રહેશે.

આ પણ વાંચો : 7 બોલર, જેમણે IPL માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર કર્યો છે આઉટ, લિસ્ટમાં 3 ભારતીય સામેલ

ધોનીની 200 પ્લસની સ્ટ્રાઇક રેટ

આઇપીએલ 2023 માં ધોની બેટથી કમાલ કરી રહ્યો છે. જે ક્રિકેટ લીગમાં વિરાટ કોહલી, ફાફ ડૂપ્લેસી, ડેવિડ વોર્નર જેવા ખતરનાક બેટ્સમેન રનનો વરસાદ કરી રહ્યા છે તેમા જો સૌથી ઝડપી બેટિંગ કરવાની વાત આવે તો એમએસ ધોનીનું નામ સૌથી ઉપર આવે છે. ધોનીએ આઇપીએલ 2023માં અત્યાર સુધી 9 મેચ રમી છે. તેને આ બધી મેચમાં બેટિંગની તક ઓછી જ મળી છે. પણ જેટલી તક મળી તેમાં ધોનીએ બેટથી ધમાલ મચાવી છે.

આ જ કારણ છે કે હાલની સીઝનમાં સૌથી ઝડપી રન બનાવવાની વાત કરીએ તો ધોનીનું નામ સૌથી ઉપર આવે છે. ધોનીએ 9 મેચમાં 221 થી વધુની સ્ટ્રાઇક રેટથી 35 બોલમાં 74 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 74 ની જ રહી છે. ધોનીએ પોતાના અડધાથી વધુ રન છગ્ગાઓ ફટકારીને કર્યા છે. જણાવી દઇએ કે સૌથી વધુ સ્ટ્રાઇક રેટની આ લીસ્ટમાં તે જ બેટ્સમેનની વાત કરવામાં આવી રહી છે જેમણે 50 થી વધુ રન બનાવ્યા છે.


સૌથી વધુ ઝડપી સ્ટ્રાઇક રેટની આ લીસ્ટમાં ધ્રુવ જુરેલ બીજા, નિકલસ પૂરન ત્રીજા, અજિંક્ય રહાણે ચોથા અને શાર્દુલ ઠાકુર પાંચમાં સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા ધ્રુવ જુરેલે 191 થી વધુની અને લખનૌ સુપર જાયન્ટસના નિકલસ પૂરણે 190 થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુરનો સ્ટ્રાઇક રેટ 180 થી 190 વચ્ચેનો રહ્યો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…