IPL 2023 Final : ધોનીના ફેન્સે સ્ટેશન પર વિતાવી રાત, Photo સોશિયલ મીડિયા પર Viral

રવિવારે IPL 2023ની ફાઈનલમાં વરસાદ વિલન બનતા મેચ બીજા દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે ફેન્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદની બહારથી મેચ જોવા આવેલા દર્શકોને મોડી રાત સુધી મેચ શરૂ થવા અંગે રાહ જોવા પડી હતી, બાદમાં મેચ રદ થતાં કેટલાય ચાહકો સ્ટેશન પર રાત વિતાવવા મજબૂર બન્યા હતા.

IPL 2023 Final : ધોનીના ફેન્સે સ્ટેશન પર વિતાવી રાત, Photo સોશિયલ મીડિયા પર Viral
Dhoni fans spend night at station
Image Credit source: google
| Edited By: | Updated on: May 29, 2023 | 6:35 PM

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની 16મી સિઝનની ફાઈનલ મેચ શરૂ થતાં પહેલા જ વરસાદે ઈનિંગ શરૂ કરતાં ફાઈનલ મેચ રિઝર્વ ડે એટલે કે 29 મે, સોમવારના રોજ રમાવવાની જાહેરાત કરવામાં આવતા સ્ટેડિયમમાં હાજર ફેન્સ નિરાશ થયા હતા. છતાં ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. તેમાં પણ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોનું તો શું કહેવું. ધોનીના ફેન્સ નિરાશા સાથે પરત ફર્યા છતાં કોઈ હલ્લો કે બબાલ કર્યા વિના બીજા દિવસની આશાએ પરત ફર્યા હતા.

ધોનીના ફેન્સની તસવીર થઈ વાયરલ

મેચ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ફેન્સની અનેક તસવીરો સામે આવી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સમર્થકોની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં એમએસ ધોનીના નામની ટી-શર્ટ પહેરલ ફેન્સ સ્ટેશન પર ઊંઘતા જોઈ શકાય છે. ધોનીનો એટલો ક્રેઝ છે કે તેની એક ઝલક માટે આવેલ ફેન્સ સ્ટેશન પર ઊંઘવા પણ તૈયાર થઈ ગયા હતા.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ફેવરિટ સ્ટારને રમતો જોવા ગુજરાત અને દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ હાજર રહ્યા હતા. આશરે સવા લાખ લોકો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. દર્શકોમાં ભારે ઉત્સાહ અને કદાચ ધોનીને અંતિમ વાર રમતા જોવાની મહેચ્છા હતી, પરંતુ મેદાનમાં હજાર દર્શકોની આશાઓ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું.

આ પણ વાંચો:શું IPLમાંથી MS ધોનીની વિદાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવી જ હશે? ફેન્સના મનમાં ઉઠયા સવાલ

મેચ બીજા દિવસ માટે મોકૂફ રાખવામાં આવતા દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીને જોયા વિના જવા તૈયાર ન હતા. જેના કારણે તેમણે અમદાવાદના રેલવે સ્ટેશન પર જ રાત વિતાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ તસવીરોમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરેલા ફેન્સ સ્ટેશન પર સૂતા જોવા મળ્યા હતા.

ધોનીની અંતિમ IPL સિઝન?

દર વર્ષે ધોનીના રિટાયરમેન્ટને લઈ હંમેશા ચર્ચા થતી હોય છે. દરેક સિઝનમાં આ અફવાઓ વચ્ચે ધોનીએ હંમેશા સારું પ્રદર્શન કરી ટીકાકારોની બોલતી બંધ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ધોનીને IPL દરમિયાન દેશભરમાંથી ઘણો પ્રેમ મળ્યો છે. આ વર્ષે CSK ફાઈનલ પહોંચ્યા બાદ IPL 2023 ધોનીની અંતિમ સિઝન અને ગુજરાત સામેની ફાઈનલ ધોનીની છેલ્લી IPL મેચ હશે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે. જોકે ધોની આગામી સિઝન રમશે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ થયું નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો