IPL 2022: ચહલ ફરી પર્પલ કેપની રેસમાં આગળ, બટલરે ઓરેન્જ કેપનો કબજો જાળવી રાખ્યો

|

May 21, 2022 | 9:57 AM

Purple and Orange Cap 2022: રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓપનર જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સાથે જ ચહલના નામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.

IPL 2022: ચહલ ફરી પર્પલ કેપની રેસમાં આગળ, બટલરે ઓરેન્જ કેપનો કબજો જાળવી રાખ્યો
Jos Buttler and Yuzvendra Chahal (PC: Twitter)

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ ફરી એકવાર પર્પલ કેપ (Purpal Cap) ની રેસમાં RCB ના શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગાને હરાવ્યો છે. શુક્રવારે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઈ માટે 2 વિકેટ લઈને તેણે આ સિઝનમાં તેની કુલ વિકેટો 26 થઈ ગઈ. આ રીતે હવે તેની પાસે ફરી પર્પલ કેપ આવી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) એ ઓરેન્જ કેપ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

લોકેશ રાહુલ અને ડી કોકથી જોસ બટલરને ટક્કર મળી રહી છે

જોસ બટલર (Jos Buttler) એ આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચોમાં 48.38 ની બેટિંગ એવરેજ અને 146.96 ના સ્ટ્રાઈક રેટથી 629 રન બનાવ્યા છે. રન બનાવવાના મામલામાં તે અન્ય બેટ્સમેનો કરતા ઘણો આગળ છે. જોસ બટલર પછી લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને ઓપનર ક્વિન્ટન ડી કોકનો નંબર આવે છે. આ બંને ખેલાડીઓએ 500 થી વધુ રન બનાવ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5 બેટ્સમેનો

  1. જોસ બટલર 629 રન
  2. લોકેશ રાહુલ 537 રન
  3. ડી કોક 502 રન
  4. ફાફ ડુ પ્લેસીસ 443 રન
  5. ડેવિડ વોર્નર 427 રન

 

પર્પલ કેપ માટે આ બોલરો વચ્ચે થઇ રહી છે કાંટે કી ટક્કર

પર્પલ કેપ જીતવાની રેસ ખૂબ જ રસપ્રદ બની છે. પાંચ બોલર એવા છે જેઓ 20 થી વધુ વિકેટ લઈને આ રેસમાં સામેલ છે. ચહલ અને વનિન્દુ સૌથી આગળ છે. ચહલના નામે 26 વિકેટ છે. જ્યારે બેંગ્લોરની ટીમના વનિન્દુ હસરંગા (Wanindu Hasaranga) ના નામે 24 વિકેટ છે. કાગિસો રબાડા, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ પણ તેનાથી પાછળ નથી.

પર્પલ કેપ માટેની રેસાં ટોપ 5 બોલરો

  1. યુઝવેન્દ્ર ચહલ 26 વિકેટ
  2. વાનેન્દુર હસરંગા 24 વિકેટ
  3. કાગિસો રબાડા 22 વિકેટ
  4. ઉમરાન મલિક 21 વિકેટ
  5. કુલદીપ યાદવ 20 વિકેટ
Next Article