AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: દીપક ચહરના સ્થાને CSK માં જોડાઈ શકે છે આ ખેલાડી, જુઓ કોણ છે રેસમાં

Chennai Super Kings : ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમે લીગમાં અત્યાર સુધી કુલ 5 મેચમાંથી માત્ર 1 જ મેચમાં જીત મેળવી છે. ત્યારે પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નઈ ટીમે બાકીની 8 મેચમાં જીત મેળવવી જરૂરી છે.

IPL 2022: દીપક ચહરના સ્થાને CSK માં જોડાઈ શકે છે આ ખેલાડી, જુઓ કોણ છે રેસમાં
Deepal Charar and Arzan Nagwaswalla (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 7:31 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે IPL 2022 ની મધ્યમાં એક મોટી સમસ્યા ઊભી થઈ છે. ટીમનો સ્ટાર બોલર દીપક ચહર (Deepak Chahar) ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેના આઉટ થયા બાદ ચેન્નાઈ હવે તેના સ્થાને આમાંથી એક ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. મહત્વનું છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે લીગમાં અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતવામાં સફળ રહી છે. ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહરના આઈપીએલ 2022 (IPL 2022) માંથી બહાર થવાથી ચેન્નઇ ટીમને જરૂર મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ હવે ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ માટે મોટો પ્રશ્ન એ છે કે દીપક ચહરના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સમાવવો. તેને લઇને ઘણા નામોની ચર્ચા થઇ રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે દીપકના સ્થાને કયા નામોની ચર્ચા મોખરે ચાલી રહી છે.

ઇશાંત શર્મા

ભારતના દિગ્ગજ ઝડપી બોલરોમાંથી એક ઈશાંત શર્માને ચેન્નાઈની ટીમ સામેલ કરી શકે છે. આ વખતે પણ હરાજીમાં તેમને કોઈએ ખરીદ્યો ન હતો. ટીમમાં તેની સાથે અન્ય બોલરોને તેના અનુભવનો ફાયદો થશે અને ટીમને નવા બોલ સાથે બોલિંગ કરવા માટે બોલર પણ મળશે. તેણે અત્યાર સુધીમાં 93 IPL મેચ રમી છે અને 8.11ની ઈકોનોમીથી 72 વિકેટ લીધી છે.

ધવન કુલકર્ણી

છેલ્લી કેટલીક સિઝનમાં મુંબઈ તરફથી રમનાર ધવલ કુલકર્ણીને ચેન્નાઈ ટીમમાં સામેલ કરી શકે છે. ધવલ પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે જાણીતો છે. તે નવા બોલ સાથે સ્વિંગ કરાવવામાં માહેર છે. આવી સ્થિતિમાં તે દીપક ચહરનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે. તેણે અત્યાર સુધીમાં 92 આઈપીએલ મેચ રમી છે અને 8.30 ની ઈકોનોમીમાં 86 વિકેટ લીધી છે.

સંદીપ વારિયર

સંદીપ વોરિયરે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2021 માં તેના પ્રદર્શનથી ઘણાને પ્રભાવિત કર્યા. સ્થાનિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન સતત સારું રહ્યું છે. તેણે 2018-19 વિજય હજારે ટ્રોફીમાં કેરળ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ પછી તેણે આગામી સિઝનમાં હેટ્રિક પણ લીધી.

અમિત મિશ્રા

તાજેતરના સમયમાં આઈપીએલમાં લેગ સ્પિનરો ખૂબ જ સફળ રહ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમ અમિત મિશ્રાને ટીમમાં સામેલ કરી શકે છે. તેણે IPL માં 154 મેચ રમી છે અને 166 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી માત્ર 7 ની રહી છે.

અર્જન નાગવાસવાલા

દીપક ચહરના સ્થાને અર્જન નાગવાસવાલા ટીમમાં જોડાઇ શકે છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે પણ છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હજુ સુધી IPL માં ડેબ્યુ કર્યું નથી. આવી સ્થિતિમાં તે દીપક ચહરનું સ્થાન પણ લઈ શકે છે.

આ પણ વાંચો : IPL 2022 : GT vs CSK: અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન ગુજરાત માટે ઓપનિંગ કરશે! તો આવી હશે CSK ની પ્લેઈંગ ઈલેવન

આ પણ વાંચો : IPL 2022: આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, વિરાટ કોહલીએ હવે બ્રેક લઈને કોમેન્ટ્રી કરવી જોઈએ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">