IPL 2022: સુનીલ ગાવસ્કરે કહ્યું, ઉંમર નહીં, બેટની ધાર જુઓ, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપ પહેલા આખો માહોલ બદલી નાખ્યો

|

Apr 19, 2022 | 6:38 PM

Dinesh Kartik : ચાલુ વર્ષે ટી20 વર્લ્ડ કપ આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયા (Team India) માં હાલ મેચ ફિનિશરની ભુમિકા ભજવનાર ખેલાડીની શોધ ચાલી રહી છે. ત્યારે આઈપીએલ 2022 (IPL 2022) માં ઘણા ખેલાડીઓ મેચ ફિનિશરની ભુમિકા ભજવી શકે છે.

IPL 2022: સુનીલ ગાવસ્કરે કહ્યું, ઉંમર નહીં, બેટની ધાર જુઓ, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપ પહેલા આખો માહોલ બદલી નાખ્યો
Sunil Gavaskar and Deep Das Gupta (PC: IPL)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની વર્તમાન સિઝનમાં દિનેશ કાર્તિકે (Dinesh Kartik) પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું છે. કાર્તિક બેંગ્લોર તરફથી રમતી વખતે મેચ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેણે પોતાના દમ પર 3 મેચ જીતાડી છે. દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગથી તેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા (Team India) માં જગ્યા મળી શકે છે. કારણ કે હવે ઘણા દિગ્ગજો તેના સમર્થનમાં ઉભા છે. શાનદાર લયમાં ચાલી રહેલા દિનેશ કાર્તિકની બેટિંગથી પ્રભાવિત પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) કહ્યું કે આ અનુભવી વિકેટ કીપર બેટ્સમેન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. ગાવસ્કરે કહ્યું કે પસંદગીકારોએ દિનેશ કાર્તિકની ઉંમરને જોવી જોઈએ નહીં.

દિનેશ કાર્તિક વર્તમાન સિઝનમાં પોતાની નવી ટીમ માટે નિર્ભયતાથી રન બનાવી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના આ ખેલાડીએ 197 રન બનાવ્યા છે અને તે માત્ર એક જ વાર આઉટ થયો છે. કાર્તિકે આ સિઝનમાં 32, 14, 44, 7, 34 અને 66 રનની ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 209.57 અને સરેરાશ 197 રહ્યો છે.

કાર્તિકની ઉમર નહીં પણ બેટિંગની ધાર જોવી જોઇએ

ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, ‘દિનેશ કાર્તિક કહી રહ્યો છે કે તે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ બનવા માંગે છે. હું કહેવા માંગુ છું કે અત્યારે તેની ઉંમર ન જુઓ, ફક્ત તે જુઓ કે તે કેવા પ્રકારની ઇનિંગ્સ રમી રહ્યો છે. કાર્તિકે દિલ્હી કેપિટલ્સ સામે 34 બોલમાં અણનમ 66 રન કરીને મેચનું પાસુ પલ્ટી નાખ્યું હતું. આ દરમિયાન તેણે અનુભવી મુસ્તાફિઝુર રહેમાન અને ભારતના યુવા ઝડપી બોલર ખલીલ અહેમદ સામે સરળતાથી રન બનાવ્યા. આ મેચમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને ટીમે 5 વિકેટે 189 રન બનાવ્યા બાદ 16 રનથી જીત મેળવી હતી અને કાર્તિક પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

દિનેશ કાર્તિક મોટો મેચ વિનર છે

સુનિલ ગાવસ્કરે કહ્યું, ‘તેણે પોતાના પ્રદર્શનથી મેચનું પાસુ બદલી નાખ્યું. તે એ જ કામ કરી રહ્યો છે જે T20 વર્લ્ડ કપમાં નંબર 6 અથવા 7 બેટ્સમેન પાસેથી અપેક્ષિત હોય છે. કાર્તિકે ભારત માટે 26 ટેસ્ટ, 94 ODI અને 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 36 વર્ષીય ખેલાડીએ 2019 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. તે મેચમાં હાર બાદ દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિક IPL 2022 પહેલા કોમેન્ટ્રી કરી રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોમેન્ટ્રી કરી અને એવું લાગી રહ્યું હતું કે હવે તેની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. પરંતુ આઈપીએલ 2022 માં આરસીબીએ તેનો વિશ્વાસ જીતી લીધો અને હવે આ ખેલાડી ટીમને મેચ પર મેચ જીતાડી રહ્યો છે. દિનેશ કાર્તિકની શાનદાર ઈનિંગ્સ જોઈને વિરાટ કોહલીએ પણ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો દાવેદાર ગણાવ્યો છે.

આ પણ વાંચો : IPL 2022 DC vs PBKS Live Streaming: કોણ જીતશે દિલ્હી કે પંજાબ? જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

આ પણ વાંચો : IPL 2022: હેટ્રિક લીધા બાદ યુઝવેન્દ્ર ચહલે અનોખું સેલિબ્રેશન કર્યું, જુઓ વીડિયો

Next Article