IPL 2022: SRH vs RR: હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો એકબીજા સામે ટકરાશે, આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન

|

Mar 28, 2022 | 11:11 PM

IPL 2022ની પાંચમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. રાજસ્થાનનું નેતૃત્વ સંજુ સેમસન કરશે અને હૈદરાબાદનું નેતૃત્વ કેન વિલિયમસન કરશે.

IPL 2022: SRH vs RR: હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો એકબીજા સામે ટકરાશે, આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
RR vs SRH

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ટકરાશે. હૈદરાબાદની ટીમ આ સિઝનથી તેના નવા અધ્યાયની શરૂઆત કરશે. કારણ કે આ વખતે ડેવિડ વોર્નર અને રાશિદ ખાન હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીનો ભાગ નથી. આઈપીએલ 2022 (IPL 2022)ની હરાજીમાં હૈદરાબાદે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીમમાં અનુભવી કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરન અને ઉમરાન મલિક જેવા યુવા ખેલાડીઓ છે. જ્યારે બીજી તરફ રાજસ્થાન રોયલ્સની કમાન યુવા સંજુ સેમસનના હાથમાં છે અને ટીમે હરાજીમાં જોસ બટલર, દેવદત્ત પડીકલ અને શિમરોન હેટમાયર જેવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. બંને ટીમોમાં ઘણા સ્ટાર ખેલાડીઓ છે અને મેચમાં જોરદાર ટક્કર થશે.

પહેલી મેચમાં આ ખેલાડી નહીં રમી શકે

સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર સીન એબોટ તેની રાષ્ટ્રીય ટીમમાં રમતો હોવાથી પ્રથમ ત્રણ મેચ ગુમાવશે. જ્યારે બાકીની મેચો ઉપલબ્ધ છે. બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણી 23 માર્ચે સમાપ્ત થઈ હતી. તેથી, રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન પ્રથમ મેચમાં રમશે કે નહીં તે હજુ નક્કી નથી. હવે જોવાનું એ રહે છે કે ડુસાન પ્રથમ મેચમાં ઉપલબ્ધ થશે કે નહીં.

સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરામ, અભિષેક શર્મા, કેન વિલિયમસન (સુકાની), રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

જોસ બટલર (વિકેટ કીપર), દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (સુકાની), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેમ્સ નીશમ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રણિક કૃષ્ણા

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સના Shubhaman Gill એ ગજબનો કેચ ઝડપ્યો, Video થયો વાયરલ, જુઓ

આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં? આશિષ નેહરાએ આપ્યો વિચિત્ર જવાબ, જાણો શું કહ્યું

Next Article