IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

|

Feb 10, 2022 | 10:22 AM

2008માં પ્રથમ વખત ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી અને તે સમયે મુખ્યત્વે જે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો તેમની પ્રથમ બોલી લગાવવામાં આવી હતી.

IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો
Shane Warne ને પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમે પોતાની સાથે જોડ્યો હતો

Follow us on

IPL 2022 ની હરાજી (Shane Warne) આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ ભારત સહિત વિશ્વભરના 590 ખેલાડીઓ બોલી લગાવશે. આ વખતે બિડિંગ ટીમોની સંખ્યા 8ને બદલે 10 છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) આ સિઝન સાથે લીગમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં, હરાજીની ઉત્તેજના પહેલા કરતા પણ વધી જવાની છે. દર વર્ષની જેમ, ટૂર્નામેન્ટ પહેલા યોજાનારી હરાજી વિશે ચાહકો સૌથી વધુ ઉત્સુક હોય છે અને 2008માં આ જ ઉત્સુકતા હતી જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ અને પ્રથમ વખત ખેલાડીઓની હરાજી થઈ અને પ્રથમ ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લેગ સ્પિનર ​​શેન વોર્ન (Shane Warne) ને ખરીદવામાં આવ્યો હતો.

2008માં, ટુર્નામેન્ટ એપ્રિલમાં શરૂ થઈ હતી, જ્યારે ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીમાં થઈ હતી. તે હરાજીમાં માત્ર એવા ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ખેલાડીઓની હરાજી પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહને ‘આઈકન પ્લેયર’ તરીકે તેમના રાજ્યોની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી 20 ફેબ્રુઆરીએ પહેલીવાર હરાજી થઈ અને તેમાં સૌથી પહેલું નામ શેન વોર્નનું આવ્યું.

રાજસ્થાને શેન વોર્ન પર સૌથી મોટી બોલી લગાવી હતી

શેન વોર્ને તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ લેગ સ્પિનના આ જાદુગરને ખરીદવા માટે ટીમોમાં ઉત્સુકતા જોવા મળી હતી અને રાજસ્થાન રોયલ્સ જીતી ગયું હતું. લીગની સૌથી સસ્તી ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે 4 લાખ 50 હજાર યુએસ ડોલરની બોલી સાથે શેન વોર્નનો સમાવેશ કર્યો હતો. રાજસ્થાને વોર્નને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આ સિવાય રાજસ્થાને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફ, ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને શેન વોટસન જેવા ખેલાડીઓને પણ ખરીદ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજસ્થાનને બનાવ્યુ ચેમ્પિયન

જ્યારે પ્રથમ સિઝન શરૂ થઈ ત્યારે રાજસ્થાન રોયલ્સની ટીમને કાગળ પર સૌથી નબળી ગણવામાં આવી રહી હતી. વોર્ન, સ્મિથ અને વોટસન જેવા નામો સિવાય, ટીમમાં કોઈ મોટો સુપરસ્ટાર નહોતો, પરંતુ દરેકને આશ્ચર્યચકિત કરવા માટે, ટીમે શેન વોર્નની સક્ષમ કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં સફર કરી. ત્યારબાદ ટુર્નામેન્ટમાં, ખિતાબના સૌથી મોટા દાવેદારને હરાવીને, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ આઈપીએલ ખિતાબ જીત્યો. આ સિઝનમાં રાજસ્થાને ખેલાડીઓની બોલી લગાવવામાં ખૂબ જ કંજૂસાઇ કરી હતી અને જેને લઇને ચર્ચા પણ ખૂબ જગાવી હતી.

BCCI એ દંડ ફટકાર્યો હતો

રાજસ્થાન રોયલ્સે તે હરાજીમાં સૌથી ઓછો ખર્ચ કર્યો હતો અને BCCIએ તેને આ ભૂલની સજા પણ આપી હતી. હરાજીના નિયમો અનુસાર, દરેક ફ્રેન્ચાઇઝીએ ઓછામાં ઓછા $3.3 મિલિયનનો ખર્ચ કરવો જરૂરી હતો, પરંતુ રાજસ્થાને માત્ર $2.9 મિલિયનનો ખર્ચ કર્યો હતો. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝીને સજા કરતી વખતે, BCCIએ લગભગ $4 લાખની બાકીની રકમ દંડ તરીકે વસૂલ કરી.

આ પણ વાંચોઃ IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

આ પણ વાંચોઃ IPL 2022: આજે કરોડો રુપિયામાં આળોટતા વિરાટ કોહલીની પ્રથમ આઇપીએલ સેલરી માત્ર આટલી જ હતી, જે તમે વિચારી પણ નહી હોય

Published On - 10:20 am, Thu, 10 February 22

Next Article