IPL 2022: હાર્દિક પંડ્યાના દમ અને તેના યોગદાનના રોહિત શર્માએ કર્યા વખાણ, નવી ભૂમિકા માટે પાઠવી શુભેચ્છા

IPL ની નવી ટીમ ગુજરાત ટાઇટન્સે (Gujara Titans) હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને 15 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડીને કેપ્ટન બનાવ્યો છે.

IPL 2022: હાર્દિક પંડ્યાના દમ અને તેના યોગદાનના રોહિત શર્માએ કર્યા વખાણ, નવી ભૂમિકા માટે પાઠવી શુભેચ્છા
Hardik Pandya ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન છે
| Edited By: | Updated on: Mar 24, 2022 | 11:21 AM

ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે જાણીતો હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ સિઝનમાં નવા અવતારમાં જોવા મળશે. લીગમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) હાર્દિકને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમ હાર્દિકની હોમ ટીમ પણ છે. અત્યાર સુધી આ સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સી હેઠળ રમી રહ્યો હતો, પરંતુ હવે તે તેની જ સામે મેદાને ઉતરશે. જો કે, રોહિતે પોતાના જૂના મિત્રને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવી છે.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી ત્યારે તેમાં હાર્દિકનું નામ સામેલ નહોતું. આનાથી ચાહકો ખુશ નહોતા. જોકે, હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે હાર્દિકને પોતાનો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. રોહિત કહે છે કે હાર્દિકે તેની ટીમ માટે જે કર્યું છે તે તે ક્યારેય ભૂલી શકતો નથી.

રોહિત શર્માએ હાર્દિકના વખાણ કર્યા

સીઝનની શરૂઆત પહેલા રોહિતે હાર્દિકના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેની ટીમની સફળતામાં હાર્દિકની મહત્વની ભૂમિકા છે. રોહિતે કહ્યું કે હાર્દિકનો ભારે પ્રભાવ હતો અને તેણે મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મોટી ભૂમિકા ભજવી હતી, પરંતુ તેના માટે બીજી ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશિપ કરવી અલગ પડકાર હશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકના યોગદાનને અવગણી શકે નહીં કે ભૂલી શકે નહીં. તેણે અમારા માટે અદ્ભુત કામ કર્યું. તે હવે આઈપીએલની એક ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન છે, હું તેને શુભેચ્છા પાઠવું છું.

 

 

હાર્દિક પંડ્યાની ફિટનેસ ચર્ચાનો વિષય

આ સિઝનમાં હાર્દિક પંડ્યાની ફિટનેસ ચર્ચાનું કારણ બની રહી છે. તેણે આ સિઝનમાં બોલિંગ કરશે કે નહીં તે ગુપ્ત રાખ્યું છે. હાર્દિક ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આવી સ્થિતિમાં IPL T20 વર્લ્ડ કપ પહેલા તેની ટીમમાં વાપસી કરવાનો રસ્તો બની શકે છે. આ જ કારણ છે કે આ આઈપીએલ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે

 

 

 

Published On - 11:19 am, Thu, 24 March 22