IPL 2022 માં, દિવસની બીજી મેચ શનિવારે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. લીગની આ 36મી મેચ મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સારી લયમાં છે, તેથી આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. કેન વિલિયમસન (Kane Williamson) ની સુકાની સનરાઈઝર્સ હૈદરાબાદે શરૂઆતની મેચોમાં હાર બાદ જબરદસ્ત વાપસી કરી છે. છેલ્લી ચાર મેચમાં જીત મેળવી છે. તે જ સમયે, RCB (Royal Challengers Bangalore) ની ટીમ પણ જીતની હેટ્રિક મારવા આતુર છે કારણ કે તેણે છેલ્લી બંને મેચમાં જીત મેળવી છે.
હૈદરાબાદે તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ઉમરાન મલિકે શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. તેને છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ મળી હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમારે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. 152 રનનો ટાર્ગેટ હૈદરાબાદે માત્ર સાત બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. એડન માર્કરમે 41 અને અભિષેક શર્માએ 31 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીનું બેટ પણ શાંત છે અને સારા ફોર્મમાં જોવા છતાં તે મોટી ઇનિંગ્સ રમી શકતો નથી. મેક્સવેલના આગમનથી બેટિંગ મજબૂત થઈ છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરે દિલ્હી સામે 34 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે જ સમયે, કાર્તિક ટીમ માટે પોતાના દમ પર મેચ જીતી રહ્યો છે અને તેણે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. એન્જિનિયરમાંથી ક્રિકેટર બનેલા શાહબાઝ અહેમદે પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. બોલિંગમાં, જોશ હેઝલવુડે દિલ્હી સામે શાનદાર સ્પેલ કરીને મેચનો માર્ગ બદલી નાખ્યો અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ફોર્મ ચાલુ રાખવા માંગશે. બધાની નજર શ્રીલંકાના લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગા પર રહેશે જ્યારે ડેથ ઓવરના નિષ્ણાત હર્ષલ પટેલ પણ તેના પ્રદર્શનની છાપ છોડવા માંગશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2022 ની મેચ 23 એપ્રિલ શનિવારના રોજ રમાશે.
મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ Disney+Hotstar પર સબસ્ક્રિપ્શન સાથે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.