IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન

|

Apr 08, 2022 | 8:38 PM

KKR નો પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik) આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં તે અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન
Dinesh Karthik બેંગ્લોર માટે સારુ પ્રદર્શન કરી રહ્યો છે

Follow us on

IPL 2022 ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું કારણ છે વર્ષના અંતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) . હાલ આ ટુર્નામેન્ટ માટે ટીમ નક્કી નથી તેથી દરેક જગ્યા માટે ખેલાડીઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. IPL એ ઘણા ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવા અને ટીમમાં જગ્યા બનાવવાની મોટી તક છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું માનવું છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ દિનેશ કાર્તિક (Dinesh Karthik) પણ IPL દ્વારા ટીમમાં જગ્યા બનાવી શકે છે.

KKRનો ભૂતપૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. તેણે આ ત્રણ મેચમાં 44 બોલમાં 99 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 204.5 છે. તે હવે મેચ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ કારણે રવિને લાગે છે કે ટૂંક સમયમાં કાર્તિક ટીમમાં વાપસી કરી શકે છે.

દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે

તેના વિશે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તે જેટલી ક્રિકેટ રમ્યો છે તેનાથી ઈજા થઈ શકે છે. જો આ આઈપીએલ સિઝન તેના માટે સારી રહેશે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. દિનેશ કાર્તિકે ખરેખર ધમાકેદાર શરૂઆત કરી છે. તેની પાસે અનુભવ સિવાયના તમામ શોટ્સ છે. હવે ટીમમાં ધોની નથી તેથી તમારે ફિનિશરની જરૂર છે. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ટીમમાં કેટલા વિકેટકીપરની જરૂર છે. ઈશાન કિશન, ઋષભ પંત અને હવે દિનેશ કાર્તિક. એમાંથી કોઈને પણ ઈજા થાય તો કાર્તિક આપોઆપ અંદર આવી જાય છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ધોનીના કારણે કાર્તિકને સ્થાન ન મળ્યું

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં હતો ત્યારે દિનેશ કાર્તિક ક્યારેય ટીમ ઈન્ડિયામાં કાયમી જગ્યા બનાવી શક્યો ન હતો. ધોનીના કેપ્ટન બનવાના કારણે તે ક્યારેય ટીમમાં જગ્યા નથી બનાવી શક્યો નથી. જ્યારે ધોનીએ ટીમ છોડી ત્યારે દિનેશ કાર્તિક, રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા વિકેટ કીપર બેટ્સમેન રેસમાં હતા, જેના કારણે કાર્તિક ફરી પાછળ પડી ગયો હતો. જોકે તેણે ક્યારેય હાર ન માની અને આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રયાસ કરતો રહ્યો. તેણે ચાર વર્ષ પહેલા નિદહાસ ટ્રોફીમાં ફિનિશર તરીકે સાબિત કર્યું હતું. ફાઈનલ મેચમાં તેણે 8 બોલમાં 29 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેમાં છેલ્લા બોલ પર સિક્સર પણ સામેલ છે.

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

આ પણ વાંચો : IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Published On - 8:36 pm, Fri, 8 April 22

Next Article