ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડની તમામ મેચો મુંબઈના ત્રણ અને પૂણેમાં એક મેદાન પર રમાશે. આજે અમે તમને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમનું વિશ્લેષણ જણાવીશું જે આ સિઝનની ચેમ્પિયન બનવાની દાવેદાર માનવામાં આવે છે. તો ચાલો અમે તમને ટીમની તાકાત, નબળાઈ, તક અને ખતરાનું વિશ્લેષણ જણાવીએ.
IPL ઈતિહાસની પ્રથમ ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ આ વખતે નવા વલણ અને અવતારમાં જોવા મળશે. આગામી સિઝન માટે, ટીમે 3 ખેલાડીઓ, સંજુ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ) અને યશસ્વી જયસ્વાલ (4 કરોડ) ને જાળવી રાખ્યા છે. મેગા ઓક્શન દરમિયાન ટીમે ઘણા મોટા ખેલાડીઓને જોડ્યા છે. આ વખતે રાજસ્થાન રોયલના મેનેજમેન્ટે ટીમને મજબુત બનાવવા માટે 21 ખેલાડીઓને 89.05 કરોડમાં ખરીદ્યા છે.
સ્પિન ડિપાર્ટમેન્ટમાં મજબુતઃ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન અને કેસી કરિઅપ્પા જેવા સ્પિનરો છે. ચહલ અને અશ્વિન પણ ટીમ ઈન્ડિયા માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તે જ સમયે કેસી કરિઅપ્પાને પણ આ ફોર્મેટમાં કંજૂસ બોલર માનવામાં આવે છે. IPLમાં પણ ચહલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 114 મેચમાં 139 વિકેટ લીધી છે. અશ્વિન બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ સારૂ યોગદાન આપી શકે છે.
સેમસન અને બટલર ઉપરાંત આ વખતે બેટિંગમાં દેવદત્ત પડીક્કલ, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, કરુણ નાયર અને રાયસી વેન ડેર ડુસેન, રિયાન પરાગ જેવા નામ સામેલ છે. પહેલા ટીમ 2 થી 3 ખેલાડીઓ પર નિર્ભર રહેતી હતી. પરંતુ હરાજીમાં આ નામો જોડાયા બાદ ટીમની આ ખામી દૂર થઈ ગઈ છે.
Yuzi & Shimron have a complaint for Sanga. 😱#RoyalsFamily | #TATAIPL2022 | @yuzi_chahal | @SHetmyer pic.twitter.com/bjTRX0Lf7I
— Rajasthan Royals (@rajasthanroyals) March 22, 2022
સાથે જ ટીમમાં કુમાર સંગાકારાનું હોવું યુવા ખેલાડીઓ માટે કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી. સંગાકારા વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેમની કેપ્ટનશીપ હેઠળ જ શ્રીલંકાની ટીમ 2011 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શકી હતી. તે 2014 ની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તેની ગણના વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન અને બેટ્સમેનોમાં થાય છે. આવી સ્થિતિમાં તેની પાસે ટીમને આપવા માટે ઘણો અનુભવ છે.
ટીમમાં કોઇ ફિનિશર નથીઃ રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી નબળાઈ ટીમ સાથે કોઇ સારો ફિનિશર નથી. હેટમાયર ટીમનો ભાગ છે. પણ તેના સિવાય કોઈ ખેલાડી રાજસ્થાન માટે મેચનો ફિનિશર હોય તેવું લાગતું નથી. હેટમાયર પણ આઈપીએલમાં ફિનિશર તરીકે પોતાને સારી રીતે સ્થાપિત કરી શક્યો નથી.
રાજસ્થાન આ વખતે મજબૂત ટીમ દેખાઈ રહી છે. જો ટીમમાં સંજુ સેમસનની કેપ્ટન્સી વધુ સારી હશે, તો આ ટીમ અજાયબી કરી શકે છે. રાજસ્થાન 2008 માં શેન વોર્નની કપ્તાનીમાં ચેમ્પિયન બન્યું હતું, પરંતુ આ ટીમે છેલ્લા કેટલાક સમયથી તે પ્રકારની રમત દેખાડી નથી. આ વખતે ટીમ ઘણી સંતુલિત દેખાઈ રહી છે. ટીમમાં પાવર હિટર અને અનુભવી બોલરો છે. ટીમને સાથે લેવા માટે બસ એક સારા લીડરની જરૂર છે, જો સંજુ આ તક ઝડલી લેશે તો રાજસ્થાન આ વખતે બધાને ચોંકાવી શકે છે.
રાજસ્થાનની ટીમ કાગળ પર અદ્દભુત દેખાઈ રહી છે, પરંતુ શું આ ટીમ મેદાન પર પણ સારું પ્રદર્શન કરી શકશે? આ સૌથી મોટો પ્રશ્ન છે. રાજસ્થાનની ટીમ પાસે ભૂતકાળમાં પણ બટલર, સેમસન, આર્ચર જેવા ખેલાડીઓ હતા. પરંતુ ટીમ ચેમ્પિયન બની શકી નથી.
આ પણ વાંચો : IPL 2022: ધોનીની ટીમ નવા અંદાજમાં જોવા મળશે, ચેન્નાઇ સુપર કિંગ્સે લૉન્ચ કરી નવી જર્સી