IPL 2022: જસપ્રીત બુમરાહને પણ બેટથી ધોલાઈ કરનારા હૈદરાબાદના ખેલાડીએ બતાવ્યુ તોફાની બેટીંગનુ રાઝ!

|

May 18, 2022 | 9:13 AM

જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) સામે રન બનાવવું કોઈ પણ સંજોગોમાં આસાન નથી પરંતુ રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) એ આ બોલરની સામે ન માત્ર સારી બેટિંગ કરી અને રન પણ મેળવ્યા.

IPL 2022: જસપ્રીત બુમરાહને પણ બેટથી ધોલાઈ કરનારા હૈદરાબાદના ખેલાડીએ બતાવ્યુ તોફાની બેટીંગનુ રાઝ!
Rahul Tripathi ની રમત વડે SRH એ વિશાળ સ્કોર કર્યો હતો

Follow us on

સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) મંગળવારે એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. આ જીત સાથે કેન વિલિયમસનની ટીમે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટના નુકસાને 193 રન બનાવ્યા હતા. તેને આ સ્થાને નંબર-3 પર બેટિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) પોતાની રમત વડે લઈ આવ્યો હતો. રાહુલે ઝડપી ઇનિંગ્સ રમી અને અડધી સદી ફટકારી. રાહુલે 76 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં રાહુલે માત્ર 44 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા ઉપરાંત ત્રણ છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેણે મુંબઈના દરેક બોલરના ઘણા સમાચાર લીધા. તેણે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને પણ છોડ્યો ન હતો. આ મેચ ત્રણ રનથી જીતીને સનરાઇઝર્સે તેમની IPL 2022 પ્લેઓફની આશા જીવંત રાખી છે.

રાહુલે તક મળતા જ જસપ્રીત બુમરાહને પણ ધોલાઈ કરી લીધી હતી. બુમરાહે આ મેચમાં પોતાની પ્રથમ ઓવર પાંચમી ઓવરના રુપમાં નાખી હતી. આ ઓવરમાં તેણે બુમરાહના ચોથા બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આ પછીના બે બોલમાં બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારથી રાહુલ વિકેટ પર ઉતર્યો ત્યારથી તેણે આક્રમક બેટિંગ કરી અને રન બનાવ્યા હતા. તેની ઈનિંગ માટે તેને પ્લે ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ રાહુલે પોતાની આક્રમક બેટિંગનું રહસ્ય જણાવ્યું.

બુમરાહ સામે આ રણનીતિ હતી

મેચ બાદ રાહુલે જણાવ્યું કે તે બુમરાહ સામે કઈ રણનીતિ સાથે ઉતર્યો હતો. તેણે કહ્યું, “મને નંબર 3 પર બેટિંગ કરવી ગમે છે. મહત્વનું છે કે જો ઓપનરો સારી શરૂઆત આપે છે તો તે શરૂઆત ચાલુ રાખવી જોઈએ. ઉપરાંત, પરિસ્થિતિ ગમે તે હોય, હું તેમાંથી શીખવાનો પ્રયત્ન કરું છું. બુમરાહ એક શાનદાર બોલર છે. તે જે પણ બોલિંગ કરી રહ્યો હતો, હું તે પ્રમાણે રમવાનો પ્રયાસ કરતો હતો, વિકેટ કેવી રીતે રમી રહી છે તે જોઈને હું કાઉન્ટર એટેક કેવી રીતે કરી શકું. જો બોલ મારી રેન્જમાં હશે તો હું ફટકારીશ. જો નહીં, તો હું એક-બે રન લઈશ. મેચ જીતવી મહત્વપૂર્ણ છે. ખુશી છે કે હું આજે તે કરી શક્યો.”

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ટી20માં ધીમી બેટિંગ કરી શકતા નથી

રાહુલે કહ્યું કે ટી-20માં ધીમી બેટિંગ ન કરી શકાય. તેણે કહ્યું, કેટલીકવાર જ્યારે બોલર સારી બોલિંગ કરી રહ્યો હોય, ત્યારે તમારે એ જોવાનું હોય છે કે કેવી રીતે રન બનાવવા. ટી20માં એવી કોઈ ક્ષણ ન હોઈ શકે જ્યાં તમે ધીમી બેટિંગ ન કરી શકો. દરેક બોલ એક ઘટના છે અને હું તેના પર શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરું છું. જ્યારે તમે રમો છો, ત્યારે તમે તમારા દેશ માટે રમવાનો પ્રયાસ કરો.

 

 

Published On - 9:10 am, Wed, 18 May 22

Next Article