IPL 2022: પ્રિયાંક પંચાલ ગુજરાત ટાઇટન્સ ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે જોડાયો

|

Mar 22, 2022 | 11:17 PM

પ્રિયાંક પંચાલ (Priyank Panchal) સાઉથ આફ્રિકા સિરીઝ બાદ શ્રીલંકા સામેની સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયાનો સભ્ય રહી ચુક્યો છે.

IPL 2022: પ્રિયાંક પંચાલ ગુજરાત ટાઇટન્સ ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે જોડાયો
Priyanka Panchal (PC: GCA)

Follow us on

ગુજરાત રણજી ટીમનો સુકાની પ્રિયાંક પંચાલ (Priyank Panchal) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઇટન્સ સાથે બેકઅપ પ્લેયર તરીકે જોડાઇ ગયો છે. અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) 28મી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાથી ડેબ્યુટન્ટ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની ટક્કર સાથે તેમના પ્રથમ IPL અભિયાનની શરૂઆત કરશે.

ગત વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા A સામેની ત્રણ બિનસત્તાવાર ટેસ્ટમાંથી બે મેચમાં ભારત A ની આગેવાની કર્યા પછી, પ્રિયાંક પંચાલને રોહિત શર્માના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઇજાના કારણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

પ્લેઇંગ 11 માં રમવા ન મળ્યું છતાં, તેણે ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને અન્ય લોકો સાથે ભારતીય ડ્રેસિંગ રૂમ શેર કરવાના અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું. તેણે જણાવ્યું કે, “ભારતીય ટેસ્ટ ટીમ વિશે વાત કરીએ તો, મેં અનુભવમાંથી ઘણું શીખ્યું છે. કારણ કે તે ભારત A ના અનુભવથી થોડું અલગ હતું. પરંતુ હું કહીશ કે ક્રિકેટની ગુણવત્તા ભારત A અને ભારત વચ્ચે બહુ અલગ નથી. કારણ કે આપણે લગભગ સમાન બોલરોનો સામનો કરીએ છીએ. મને આશા છે કે મને ટેસ્ટ કેપ ટૂંક સમયમાં મળી જશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જો કે હજુ સુધી તેને ટેસ્ટ કેપ મળી નથી, પ્રિયાંક પંચાલને શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ હોમ સિરીઝ માટે ભારતની 18-સભ્યની ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, જે યજમાનોએ 2-0થી જીતી હતી.

આ ઉપરાંત, તેણે ગયા મહિને રાજકોટમાં મધ્યપ્રદેશ સામે ગુજરાતની રણજી ટ્રોફી 2021-22 અભિયાનની શરૂઆતની મેચમાં પ્રથમ દાવમાં અડધી સદી (63 બોલમાં 52) ફટકારી હતી. આ સિઝનમાં તે તેની એકમાત્ર રણજી ટ્રોફી મેચ હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનું શાનદાર પ્રદર્શન હોવા છતાં, પંચાલનું મર્યાદિત-ઓવરનું પ્રદર્શન મોટાભાગે કોઈનું ધ્યાન ગયું નથી.

ટી20 ક્રિકેટમાં સારૂ પ્રદર્શન છતાં IPL ની હરાજીમાં ખરીદાયો નહીં

31 વર્ષીય પ્રિયાંક પંચાલનું ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન હોવા છતાં બેંગલુરુમાં ગયા મહિને મેગા હરાજીમાં IPL ની એક પણ ટીમે તેન ખરીદ્યો ન હતો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની તાજેતરની સીરિઝમાં પ્રિયાંક પંચાલે પાંચ ઇનિંગ્સમાં 135.25 ના સ્ટ્રાઇક રેટથી 188 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ISL 2022 ને આજે મળશે નવો ચેમ્પિયન, ફાઈનલ મેચમાં હૈદરાબાદ FC અને કેરળ બ્લાસ્ટર્સ ટકરાશે

આ પણ વાંચો : IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ ‘જડબાતોડ’ જવાબ વાળી મોં બંધ કરી દીધુ

Published On - 6:09 pm, Sun, 20 March 22

Next Article