IPL 2022 Orange Cap: ઈશાન કિશને રેસમાં આગળ રહેવાનો ગુમાવ્યો મોકો, નંબર 1 સાથે બટલર હજુ પણ પૂરા જોશમાં

|

Apr 10, 2022 | 11:23 AM

IPL 2022 , Orange Cap: આ વખતે ઓરેન્જ કેપની રેસમાં જોસ બટલર, ઈશાન કિશન અને શુભમન ગિલ જેવા બેટ્સમેન સામેલ છે. આ કેપ સૌથી વધુ રન બનાવનાર બોલરને આપવામાં આવે છે.

IPL 2022 Orange Cap: ઈશાન કિશને રેસમાં આગળ રહેવાનો ગુમાવ્યો મોકો, નંબર 1 સાથે બટલર હજુ પણ પૂરા જોશમાં
Ishan Kishan એ RCB સામે 26 રનની ઇનીંગ રમી હતી

Follow us on

જેમ જેમ IPL 2022 આગળ વધી રહી છે તેમ તેમ ઓરેન્જ કેપ (IPL Orange Cap) રેસ ખૂબ જ રસપ્રદ બની રહી છે. શનિવારે ડબલ હેડર મેચ બાદ આ યાદીમાં પણ ઘણો ફેરફાર થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે દિવસની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ મેચમાં અભિષેક શર્માએ 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) મુંબઈને હરાવ્યું હતું, જેમાં બેંગ્લોરના યુવા ઓપનર અનુજ રાવતે પણ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શનિવારે બંને મેચ બાદ પણ રાજસ્થાન રોયલ્સના જોસ બટલર (Jos Buttler) ના માથા પર ઓરેન્જ કેપ શોભી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સનો યુવા સ્ટાર શુભમન ગિલ હજુ પણ તેને સ્પર્ધા આપી રહ્યો છે.

આઈપીએલમાં અત્યાર સુધી 18 મેચ રમાઈ છે. આ વખતે ઓરેન્જ કેપની રેસમાં યુવા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. શુભમન ગિલ, દીપક હુડા અને લખનૌ સુપર જાયન્ટ્સના મુંબઈના ઈશાન કિશન જેવા યુવા સ્ટાર્સ જોસ બટલર, ફાફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલને ટક્કર આપી રહ્યા છે. શનિવારના ડબલ-હેડર પછી પણ, જો કે, કોઈ પણ બટલરને આગળ નીકળી શક્યું નથી, પરંતુ હવે અંતર ઓછું થઈ રહ્યું છે.

ઈશાન કિશને આગળ વધવાની તક ગુમાવી

દિવસની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. અભિષેક શર્મા સિવાય આ મેચમાં કોઈ પણ બેટ્સમેન કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો, તેથી ઓરેન્જ કેપના ટોપ પાંચમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈના બેટ્સમેન ઈશાન કિશન પાસે બટલરને પછાડવાનો કે તેની નજીક જવાનો મોકો હતો. જોકે તે આમ કરી શક્યો ન હતો. મુંબઈની ટીમના ઈશાને દિવસની શનિવારે બીજી મેચમાં માત્ર 26 રન બનાવ્યા હતા. તેના હવે 4 ઇનિંગ્સમાં 175 રન છે અને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રણ મેચમાં 205 રન બનાવનાર બટલર હજુ પણ ટોચ પર છે, જ્યારે શુભમન ગિલ 180 રન સાથે બીજા સ્થાને છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

IPL 2022 માં ઓરેન્જ કેપ રેસની સ્થિતિ અહીં જાણો

ક્રમ બેટ્સમેન ટીમ રન
1 જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 205
2 શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ 180
3 ઇશાન કિશન મુંબઇ ઇન્ડિયન્સ 175
4 લિયામ લિવિંગસ્ટોન પંજાબ કિંગ્સ 162
5 ક્વિન્ટન ડિકોક લખનૌ સુપરજાયન્ટ્સ 149

 

ઓરેન્જ કેપ કોને આપવામાં આવે છે?

ઓરેન્જ કેપ દરેક બેટ્સમેનનું સપનું હોય છે. તે દરેક સિઝનના અંતે તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હોય. તે જ સમયે, દરેક મેચ પછી, તે સમયે સૌથી વધુ રન બનાવવાના મામલામાં ટોચ પર રહેલા ખેલાડીના માથા પર કેપ જોવા મળે છે. ગયા વર્ષે, આ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડના માથા પર સજાવવામાં આવી હતી, જોકે આ વર્ષે તે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે પસંદગી જ ખોટી! CSK ની કંગાળ હાલકને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ- મોટી ભૂલની સજા મળી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 11:18 am, Sun, 10 April 22

Next Article