IPL 2022 Orange Cap: હાર્દિક પંડ્યાને પછાડીને શિખર ધવન નંબર-3 ના સ્થાન પર, જોસ બટલર અડીખમ

|

May 04, 2022 | 10:54 AM

IPL 2022 Orange Cap: પંજાબ કિંગ્સના આ બેટ્સમેને એવી ઇનિંગ રમી કે ગુજરાત ટાઇટન્સને આ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો અને આ બેટ્સમેન ટોપ-5માં સામેલ થઈ ગયો.

IPL 2022 Orange Cap: હાર્દિક પંડ્યાને પછાડીને શિખર ધવન નંબર-3 ના સ્થાન પર, જોસ બટલર અડીખમ
Shikhar Dhawan એ ગુજરાત સામે અણનમ એઅડદી સદી નોંધાવી હતી

Follow us on

IPL-2022 માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) જેવી ટીમને હરાવવી કોઈપણ ટીમ માટે આસાન નથી. આ ટીમ સતત જીતી રહી છે. પરંતુ ગત રાત્રે એટલે કે મંગળવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને હરાવ્યું હતું. IPL 2022 માં ગુજરાતની આ માત્ર બીજી હાર છે. જોકે, તેની પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ પર કોઈ અસર થઈ નથી. આ ટીમ પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે. ગુજરાતના 10 મેચમાં બે હાર અને આઠ જીત સાથે 16 પોઈન્ટ છે. પંજાબ સામે આ ટીમ વધુ કંઈ કરી શકી ન હતી અને આઠ વિકેટથી હારી ગઈ હતી. પંજાબની આ જીતમાં શિખર ધવન (Shikhar Dhawan) ની ભૂમિકા મહત્વની રહી છે અને ધવને જે ઇનિંગ્સ રમી તે પહેલા તેને મોટો ફાયદો મળ્યો છે. ધવન ઓરેન્જ કેપ (IPL Orange Cap) ની યાદીમાં ટોપ-5માં આવી ગયો છે.

ધવને ગુજરાત વિરૂદ્ધ 53 બોલમાં અણનમ 62 રન બનાવ્યા જેમાં આઠ બોલમાં ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે, તે ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5માં સામેલ થયો છે અને ત્રીજા નંબરનુ સ્થાન બનાવ્યુ છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના યુવા બેટ્સમેન અભિષેક શર્માને ત્રીજા સ્થાનેથી હટાવી દીધો છે. ધવનના હવે 10 મેચમાં 369 રન છે. તેણે 46.13ની એવરેજ અને 124.66ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેના બેટમાંથી ત્રણ અડધી સદી આવી છે.

હાર્દિક પંડ્યા નં.6 પર સરક્યો

ધવનના ત્રીજા નંબર પર આવ્યા બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા 6ઠ્ઠા નંબર પર આવી ગયો છે. પંડ્યા પંજાબ સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે આ સિઝનમાં પંડ્યાનું બેટ શાનદાર રીતે ચાલી રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં 44.14ની એવરેજથી 309 રન બનાવ્યા છે. આ દરમિયાન પંડ્યાનો સ્ટ્રાઈક રેટ 132.05 રહ્યો છે. ગુજરાત માટે આ મેચમાં 50 બોલમાં 65 રનની ઈનિંગ રમનાર સાઈ સુદર્શન 47માં નંબર પર છે. ચાર મેચમાં તેના 131 રન છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ટોપ-5ની સ્થિતિ

રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરને નંબર 1 માટે પડકારવા માટે હજુ સુધી કોઈ નથી. આ બેટ્સમેનના 10 મેચમાં કુલ 588 રન છે. બટલર આ સિઝનમાં અલગ જ રૂપમાં જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેને અત્યાર સુધીમાં ત્રણ સદી ફટકારી છે અને ત્રણ અડધી સદી પણ ફટકારી છે. કેએલ રાહુલ પર બીજા નંબર પર છે. રાહુલે 10 મેચમાં 451 રન બનાવ્યા છે. તેના નામે બે અર્ધસદી અને બે સદી છે. ધવન ત્રીજા નંબર પર અને અભિષેક ચોથા નંબર પર છે. સનરાઇઝર્સના આ યુવા બેટ્સમેને નવ મેચમાં 324 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી ફટકારી છે. શ્રેયસ અય્યર પાંચમા નંબરે છે. તેના નામે 324 રન છે.

ક્રમ બેટ્સમેન ટીમ રન
1 જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 588
2 કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સ 451
3 શિખર ધવન પંજાબ કિંગ્સ 369
4 અભિષેક શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ 324
5 શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ 324

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત અને પંજાબના ખેલાડી Live મેચમાં બાખડ્યા, મેદાન પર બનેલી ઘટના બની કારણ, જુઓ Video

આ પણ વાંચો : Arvalli: રાજસ્થાન થી સુરત દારુની હેરાફેરી કરતી ટ્રક શામળાજી પોલીસે ઝડપી, રાજકોટનો શખ્શ ધંધો મંદો લાગતા ખેપ મારવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:48 am, Wed, 4 May 22

Next Article