IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે..!

|

Mar 15, 2022 | 11:28 PM

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની લીગમાં પહેલી મેચ 27 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ ટીમ સામે છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે..!
Mumbai Indians (File Photo)

Follow us on

IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તેની પ્રથમ મેચ 27 માર્ચે રમશે. આ મેચ દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચમાં મુંબઈની ટીમ તેના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિના જ ઉતરી શકે છે. આ એટલા માટે છે કારણ કે ત્યાં સુધીમાં સૂર્યકુમાર ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. સૂર્યકુમાર યાદવને હેરલાઇન ફ્રેક્ચર છે અને તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાં છે. તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. આ અહેવાલ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આવ્યો છે.

Surya Kumar Yadav (PC: IPL)

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

મળી રહેલ રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, ‘સૂર્યા કુમાર યાદવ હાલમાં National Cricket Academy (NCA) માં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તેની રિકવરી સારી રીતે ચાલી રહી છે. પરંતુ તેમ છતાં તે IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ ચૂકી જાય તેવી સંભાવના છે. એવી શક્યતા છે કે બોર્ડની મેડિકલ ટીમ તેને આ મેચ માટે કોઈ જોખમ ન લેવાની સલાહ આપી શકે છે.

રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશન (Ishan Kishan) ની સાથે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વનો બેટ્સમેન છે. પ્રથમ મેચ માટે તેની અનુપલબ્ધતા મુંબઈની ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો કે, તેમ છતાં મુંબઈ માત્ર એક મેચ માટે સૂર્યકુમાર પર જોખમ નહીં લે. શક્ય છે કે તે પ્રથમ મેચના 5 દિવસ બાદ મુંબઈની બીજી મેચ માટે મેદાન પર ઉતરશે.

બીસીસીઆઈના સૂત્રનું એમ પણ કહેવું છે કે મુંબઈ ઈન્ડિયન્સની બીજી આઈપીએલ મેચ સુધી સૂર્યકુમાર યાદવ 100 ટકા ફિટ થઈ જશે અને મેદાન પર ઉતરવા માટે સંપુર્ણ ફિટ થઇ જશે.

આ પણ વાંચો : IPL 2022 દરમિયાન બાયો બબલ તોડવા પર પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કપાશે, 1 કરોડનો દંડ થશે !

આ પણ વાંચો : IPL 2022 નું ટાઇટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સે દિગ્ગજ ખેલાડીને પોતાની ટીમ સાથે જોડ્યો, ધોની સાથે રમી ચુક્યો છે આ ખેલાડી

Next Article